તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદના 4 ગામમાં નીલગાયનો ત્રાસ વધ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદતાલુકાના અરડી અને આસપાસના ચાર ગામોમાં છેલ્લા કેટલાક સમયથી નીલગાય, વાંદરા અને ભૂંડનો અસહ્ય ત્રાસ વધી ગયો છે. ખેડૂતોની નજર સામે તેમના ઊભા પાકનો સોથ બોલી રહ્યો છે, છતાં તેઓ કશું કરી શકતાં નથી. સંદર્ભે તાજેતરમાં કલેક્ટર સમક્ષ રજુઆત કરતાં તેઓએ ફેન્સીંગ બનાવી દેવી જોઈએ, તેમ કહેતા ખેડૂતોમાં વધુ રોષની લાગણી જન્મી છે.

પેટલાદ તાલુકાના અરડી ગામે આશરે 85 વિઘામાં પથરાયેલા નિર્જન ચરો સમય જતાં ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થયો છે. નિર્જન ચરાને ફરતા ચાર ગામ છે, જે ગામના ખેડૂતો મુખ્યત્વે કેળ, કપાસ, શાકભાજી જેવા રોકડીયા પાકોનું વાવેતર કરે છે. જોકે, ગામના ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે, સીમ વિસ્તારમાં નીલગાય, બૂંડ અને વાંદરાના અસહ્ય ત્રાસથી ઊભો પાકનો સોથ બોલી જાય છે. ઉભા પાકમાં દોડતાં નીલ ગાયના ટોળા પાક પર વિનાસ નોતરે છે.

ખેડૂતોના જણાવ્યાનુસાર, નીલગાયની ગંભીર સમસ્યા અંગે કલેક્ટરને રજુઆત કરાઇ હતી. પરંતુ વન અધિકારીની ગેરહાજરી કારણે રજુઆત પડતી મુકાઇ હતી. ફક્ત ફેન્સીંગની વાડ કરવાના કલેક્ટરના ઉતરથી ખેડૂતોમાં નારાજગી વર્તાઇ રહી છે. ઊભા પાકની રખેવાળી કરવા રાત દિવસ એક સભ્યને ફરજીયાત ખેતરમાં હાજર રહેવું પડે છે.

દરેક સુવિધા હોવા છતાં ખેતી થઇ શકતી નથી

અરડીસહિત ચાર ગામમાં સીમાડે પાણીની પુરતી સગવડ છે, 14 કલાક લાઇટ છે. રસ્તા પણ યોગ્ય છે. છતાં નસીબના જોરે લાચાર ખેડૂત ખેતી કરી શકતા નથી. નિર્જન વગડામાં નીલગાયત, વાંદરા અને ભૂંડનો ત્રાસ હોવાના કારણે ખેડૂતો જઇ શકતાં નથી.

^ખેતરને ફરતે ફેન્સીંગ કરવા સહાય અપાતી હતી. પરંતુ અરજીઓનો વધારો થતા ફંડ હોવાથી યોજના બંધ કરાઇ છે. જેના બદલે 30 એકર જમીનના માલિક અથવા 30 એકર વિસ્તાર બનાવીને ફેન્સીંગ કરાય તો સરકાર સહાય આપે છે.> સી.બી.રાણા, રેન્જફોરેસ્ટ ઓફિસર, પેટલાદ

ફેન્સીંગની સબસીડી આપવા ફંડ નથી

^‘અરડી પંથકમાં નીલ ગાયોને પકડીને અન્યત્ર ખસેડવામાં આવે અથવા વધતી જતી વસતીને નિયંત્રણ કરવામાં આવે તો પાક ઉત્પાદનમાં વધારો થઇ શકે છે.’ > અમિતકુમાર પટેલ, અગ્રણી

ખેડૂતોની તકલીફને જોતાં નીલગાય પર નિયંત્રણ ખૂબ જરૂરી છે

જિલ્લા કલેક્ટરે કહ્યું...ફેન્સિંગ બનાવી દો...ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો