તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • Petlad પેટલાદ ઓવરબ્રિજનું 2 વર્ષમાં માત્ર 25 ટકા કામ થતાં સ્થાનિકોનો વિરોધ

પેટલાદ ઓવરબ્રિજનું 2 વર્ષમાં માત્ર 25 ટકા કામ થતાં સ્થાનિકોનો વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ શહેરમાં પસાર થતાં નડીયાદ ખંભાત ધોરી માર્ગ રેલ્વે ક્રોસિંગ ફાટક નં-28 પર છેલ્લા બે વર્ષથી ઓવરબ્રીજનું કામ હાથ ધરાયું છે.પરંતુ છેલ્લા છ માસથી કામબંધ કરી દેવામાં આવ્યું છે.જેથી પ્રજામાં ભારે આક્રોશ ફેલાઇ ગયો છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં રેલ્વે વિભાગ અને સ્થાનિક કક્ષાએથી કોઇ કામગીરી ન થતાં પેટલાદના નગરજનોએ વિશાળ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પેટલાદ એમ.જી.વી.સી.એલની બાજુ પર આવેલ રેલવે ક્રોસિંગ એલ.સી 28 પર છેલ્લા બે વર્ષથી ઓવરબ્રીજનું કામહાથ ધરાયું છે. તેમ છતાં અત્યાર સુધી માત્ર 10 ટકા કામ થયું છે. જયારે પેટલાદ શહેરના મુખ્ય માર્ગો પર ડાયવર્ટ કરાયો હતો.જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. રેલવે ક્રોસિંગની સાઈડ પરથી સર્વિસ રોડ બની શકે તેમ છે. આ સ્વયંભૂ રેલીમાં મહિલાઓ, જીઆઇડીસીના વિવિધ સંગઠનો વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. દોઢ કિલોમીટર લાંબા અંતર ધરાવતા માર્ગ રેલીમાં લોકો જોડાતા ગયા અને પ્રાંત અધિકારી એમ એસ ગઢવીને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરી હતી. જો દસ દિનમાં વૈકલ્પિક માર્ગ નહીં કાઢવામાં આવે તો જનતા દ્વારા રસ્તા રોકો તથા રેલવે રોકો જેવા જલદ કાર્યક્રમ યોજવામાં આવશે.પ્રાંત અધિકારી એમ એસ ગઢવીએ રેલવે અધિકારી અભિમન્યુ સાથે બેઠક યોજી તથા દસ દિનમાં યોગ્ય ઉકેલ લાવવા બાંહેધરી આપીને નાગરિકો સાથે સીધો સંવાદ કરયો હતો

ઓવરબ્રિજની કામગીરીથી વાહનોને નગરમાં ડાર્યવટ કરાતા ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

19મી જુલાઇ 2019ની ડેડલાઇન, કામ પૂરજોશમાં થશે
આ અંગે રેલ્વે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું કામ બે વર્ષથી ચાલી રહ્યૂં છે. જેથી ડેડલાઇન 2019માં છે. પરંતુ હજુ સુધીમાં 25 ટકા જ કામ પૂર્ણ થયું હોવાથી. વહેલી તકે કામ શરૂ કરી નિર્ધારિત સમયમાં તેને પૂર્ણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...