• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • બોરસદ અને પેટલાદમાં રથયાત્રાને અનુલક્ષી પોલીસ અને RPFની પરેડ

બોરસદ અને પેટલાદમાં રથયાત્રાને અનુલક્ષી પોલીસ અને RPFની પરેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ અને પેટલાદમાં અષાઢી સુદ બીજના રોજ રથયાત્રાના તહેવાર નિમિત્તે તા.14મી જુલાઇના રોજ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનાર છે. ધાર્મિક અને સામાજીક દૃષ્ટિએ એવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી રથયાત્રામા કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. અને રેપિડ એકશન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

અતિ સંવેદનશીલ બોરસદ શહેરમાં શુક્રવારે બપોરે નારાયણદેવ મંદિરથી યાત્રા નીકળશે જે શહેરના નિર્ધારિત રૂટ પર ફરશે, રથયાત્રાના પર્વને લઇ તંત્રના ઉચ્ચઅધિકારીઓ અને શહેરના અગ્રણી નાગરિકો સાથે શાંતિસમિતિની બેઠક મળી હતી. બોરસદ પ્રાંત અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં પર્વની ઉજવણી શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટલાદ એએસપી સંદીપકુમાર ચૌધરી, મામલતદાર કે.કે.સોલંકી, ટાઉન પીઆઈ એ.આર પલાસ, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, જીઇબીના ઈજનેર સહીતના અધિકારીઓ અને શહેરના હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરમાં પેટલાદ ડિવિઝનના તમામ પોલીસ મથકની પોલીસ દ્વારા વાહનો સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કરી શહેરના તમામ માર્ગો પર ફ્લેગમાર્ચ કરી હતી.

બીજી બાજુ પેટલાદ શહેરમાં પણ 14મી જુલાઇએ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા રણછોડજી મંદિરથી નીકળી શહેરના નિર્ધારીત રૂટ પર ફરશે.આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પેટલાદ ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં રથયાત્રા પર્વની ઉજવણી શાંતિપૂર્વક ઉજવાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક બાદ પેટલાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વાહનો સાથે રથયાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ કરી ફલેગમાર્ચ કરી હતી.

બોરસદ

ભાસ્કર ન્યૂઝ | બોરસદ / પેટલાદ

બોરસદમાં રથયાત્રા દરમિયાન તૈનાત રહેનાર પોલીસ
એક ડીવાયએસપી, 2 પીઆઇ, 7 પીએસઆઇ, 95 પોલીસ, બે પ્લાટુન એસઆરપી, 100 હોમગાર્ડ, 20 મહિલા પોલીસ, 5 ધાબા પોઇન્ટ અને 12 વાહનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.

પેટલાદ

અન્ય સમાચારો પણ છે...