તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • પેટલાદમાં વિવાદિત કૃષિ ગોડાઉન દબાણ પાલિકાએ હેઠળ દૂર કર્યું

પેટલાદમાં વિવાદિત કૃષિ ગોડાઉન દબાણ પાલિકાએ હેઠળ દૂર કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ શહેરમાં સ્મશાન ગૃહ પાછળ કોઈ પણ પરવાનગી વગર બાંધકામ કરી દીધેલા કૃષિ ગોડાઉનને આજે પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દુર કર્યું હતું. આ અગાઉ છેલ્લાં બે વર્ષથી વિવાદાસ્પદ રહેલા બાંધકામ પર સ્ટે ઓર્ડર લાવવા માટે માલિકોએ કોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર કરાઈ હતી.

પેટલાદ શહેરના સાઈનાથ ચોકડી બોરસદ રોડ પર ગ્રામીણ કૃષિ ભંડાર આવેલો છે. જેના માલિક દાવલપુરના શંકરભાઈ વિરાભાઈ મકવાણા અને તેમનો પુત્ર ભરતભાઇ મકવાણા છે. આ ગોડાઉન છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી આ ગોડાઉન ગેરકાયદે હોવાનો વિવાદ ચાલી રહ્યો છે.

માલિકોએ સરકાર હસ્તક જગ્યા પર ગોડાઉન બાંધી દીધાની રજૂઆત કલેકટર અને મુખ્યમંત્રી સુધી કરાઈ હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર મામલે પાલિકાએ બે વર્ષ અગાઉ પોલીસ બંદોબસ્ત સાથે સીલ કર્યું હતું. જેને પગલે સમગ્ર મામલો આણંદ કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન બીજી તરફ શનિવારના રોજ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે પાલિકાએ નોટિસ ફટકારી હતી. જેને પગલે માલિકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે તેઓ આત્મવિલોપન કરે તે પહેલાં જ તેમની અટકાયત કરાઈ હતી. દરમિયાન, શનિવારે પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ પોલીસના કાફલા સાથે જઈ ચઢયા હતા. જેથી ગોડાઉનના માલિકોએ હાલ પૂરતો સ્ટે ઓર્ડર લેવા પેટલાદ કોર્ટમાં અરજી કરતા દબાણ દૂર કરવાની કામગીરી રોકી રખાઈ હતી. જોકે, કોર્ટે સ્ટે માટેની અરજી ફગાવી દેતા પાલિકાએ બાંધકામ દુર કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...