પંડોડીથી દંતેલી જવાનો માર્ગ ધાેવાયો: અકસ્માતની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાના પંડોડી ગામનો મુખ્ય માર્ગ વરસાદને કારણે ધોવાઇ જતાં ગ્રામજનોને પારંવાર મુશકેલીઓનો સામનો કરવો પડે છે.

પેટલાદ તાલુકામાં આવેલ પંડોડી ગામના મુખ્ય તળાવ પરથી પસાર થતો માણેજ ભુરાકુઈ- દંતેલી જેવા ગામોનો જોડતા મુખ્ય માર્ગ તળાવના કિનારેથી પસાર થતો હોય છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસે ધોવાઈ જાય છે. આ અંગે ગામ ના સરપચ જગદીશભાઇ ભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,આ અંગે વારંવાર માર્ગમકાન વિભાગ સહિત ઉચ્ચાકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...