• Gujarati News
  • એક તરફી પ્રેમમાં પાગલ ઇસમે યુવતીને ગળા ઉપર ચપ્પુ માર્યુ

એક તરફી પ્રેમમાં પાગલ ઇસમે યુવતીને ગળા ઉપર ચપ્પુ માર્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાના સીલવાઇ ગામની સીમમાં એક તરફી પ્રેમમાં પાગલ પાળજના ઇસમે ગામની યુવતીને ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરવાનો પ્રયાસ કરતાં ગામમાં ચકચાર મચી છે.

પાળજ ગામમાં રહેતાં કમલેશભાઇ લાખાભાઇ પરમાર છેલ્લા કેટલાક સમયથી ગામની એક યુવતીના એકતરફી પ્રેમમાં હતો. અવાર નવાર કમલેશ યુવતીને બદદાનત રાખી તેને હેરાન કરતો હતો. જોકે, યુવતી યુવકને કોઇ મચક આપતી નહોતી. આખરે સોમવારે સવારે દસેક વાગ્યે યુવતી કપડાં ધોવા માટે સીલવઇ ગામની સીમમાં ગઇ હતી. તે વખતે કમલેશભાઇ તેને મારી નાખવાના ઇરાદે તેની પાછળ પાછળ ગયો હતો. જ્યાં જઇને તેણે યુવતીને ગળામાં ચપ્પુ મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં યુવતી નીચે પડી ગઇ હતી. જોકે, તેને લોહી લુહાણ હાલતમાં જોઇ કમલેશ ત્યાંથી ભાગી ગયો હતો. આજુબાજુના લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. અંગે યુવતના વાલીએ પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાળજ ભાથીજીપુરા ખાતે રહેતાં કમલેશભાઇ લાખાભાઇ પરમારની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની અટકાયત માટે ચક્રોગતિમાન કર્યાં છે.