તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ સંતરામ રોડ તરફ જતાં તમામ વાહન વ્યવહાર બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદમાં15 મીનારોજ ગણેશજી વિસર્જની યાત્રા દરમિયાન ટ્રાફિકજામ થાય તે માટે શહેરના કેટલાક માર્ગો ઉપર બપોરે 12 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક િજલ્લા કલેકટર મેહુલભાઇ દવે દ્વારા પ્રસિધ્ધ કરાયું છે.

નડિયાદ શહેરમાં વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવેલા જાહેર માર્ગોની વિગતો જોઇએ તો, નવા બસસ્ટેન્ડથી બહાર નીકળવાના વળાંકથી સંતરામ મંદિર તરફ જતા, પીજ ભાગોળ ચોકથી જયંત શાહ હોસ્પિટલ તરફ જતાં, માઇ મંિદરથી વી.બી.પેટ્રોલ પંપ તરફ આવતા, વૈશાલી સીનેમા, રેલવે ગરનાળા તરફથી મોટી શાકમાર્કેટ તરફ આવતા, પેટલાદ રેલવે ફાટક, રેલવે ક્રોસિંગથી સંતરામ મંદિર તરફ, મહા ગુજરાત ત્રણ રસ્તાથી સંતરામ મંદિર તરફ આવતા, દેસાઇ વગા તરફથી ગ્લોબ સિનેમા તરફ આવતા, ડુમરાલ બજારથી સંતરામ મંદિર તરફ આવતા, સંતરામ સોસાયટી, વકીલ સોસાયટી, ઓપન એર થીએટર તથા વિઠ્ઠલ કન્યા વિદ્યાલય તરફથી સંતરામ રોડ તરફ આવતા , ચકલાસી ભાગોળ ત્રણ રસ્તાથી શિતલ સીનેમા મહાગુજરાત ત્રણ રસ્તા તરફ આવતા, ભુમેલ ચોકડી ને.હા.નં.૮ થી ઉતરસંડા થઇ નડિયાદ કોલેજ રોડ તરફ આવતા તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જયારે ઉપરોકત જાહેર માર્ગો ઉપરનો વાહન વ્યવહાર બંધ થતાં વાહન વ્યવહાર પસાર થવા માટેના વૈકલ્પિક રસ્તા જેવાકે , નવા-જૂના એસ.ટી.બસ સ્ટેન્ડથી નીકળતો તમામ વાહન વ્યવહાર જૂના બસસ્ટેન્ડ, શ્રેયસ રેલ્વે ગરનાળાના વળાંક થઇ રેલવે સ્ટેશન થઇ આર.ટી.ઓ થઇ આગળ તરફ જશે. મહાગુજરાત હોસ્પિટલ ત્રણ રસ્તા તથા ડાકોર રોડ, ચકલાસી ભાગોળ, મરીડા રોડ તરફથી આવતો તમામ વાહન વ્યવહાર કનીપુરા નાકા થઇ નડિયાદ શહેરમાં આવશે. સંતરામ સોસાયટી, વકીલ સોસાયટી તરફથી આવતો તમામ વાહન વ્યવહાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયથી પેટલાદ ફાટક તરફ તથા વિકાસ કોલોની, રાહુલ હોસ્પિટલ ત્રણ રસ્તા થઇ અલકાપુરીથી મહાગુજરાત ત્રણ રસ્તા તરફ પસાર થશે.

ભુમેલ ચોકડી ને.હા.નં.૮ તરફથી આવતો તમામ વાહન વ્યવહાર વડતાલ ચોકડી થઇ પીપલગ ચોકડી થઇ આગળ જશે તથા ઉત્તરસંડા ચોકડી, ઉત્તરસંડા તરફથી નડિયાદ શહેર તરફ આવતો તમામ વાહન વ્યવહાર ફતેપુરા પાટીયાથી ફતેપુરા ગામ મોટી નહેર બાયપાસ રોડ થઇ આગળ જશે.

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ સામે પગલા ભરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો