35 વાહનચોરીમાં વોન્ટેડ બે આરોપી પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-વડોદરાએક્સપ્રેસ વે પરથી અમદાવાદ આર.આર. સેલ તેમજ પેટલાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાત રાજ્યમાં 35 વાહનચોરીના ગુનાને અંજામ આપનારા અને અઢી માસ પહેલાં ડિસેમ્બરમાં પેટલાદમાં પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સે અગાઉ ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે બંને શખ્સની રૂા. 32 લાખની મોંઘીદાટ કાર સાથે ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ આર.આર.સેલ તેમજ પેટલાદ પોલીસની ટીમે મોહસીન અત્તાઉલ્લાખાન પઠાણ અને મોઈન અત્તાઉલ્લાખાન પઠાણની અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી બાતમીના આધારે રૂા. 32 લાખની કાર સાથે ધરપકડ કરી હતી. બંને આરોપી તેમજ તેમના પિતા અત્તાઉલ્લાખાન પઠાણ વિરૂદ્ધ અગાઉ ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર અનેક છેતરપિંડીના ગુના નોંધાયા છે. પિતા અને બંને પુત્રો દ્વારા બોગસ નામ, લોન પેપર તેમજ એનઓસી દ્વારા બીજા પાસેથી કાર ખરીદી બીજાને વેચી દેતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.

એક્સપ્રેસ વે પરથી આરઆરસેલની ટીમ અને પેટલાદ પોલીસે ઝડપી પાડ્યા

અન્ય સમાચારો પણ છે...