ધર્મજ - વાસદ હાઈવે પર કેમિકલ ભરેલી ટેન્કર પલટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકામાં આવેલા ધર્મજ-વાસદ હાઈવે પર શનિવારે બપોરે કચ્છથી ધર્મજ તરફ આવી રહેલી કેમિકલ ભરેલી ટેન્કર પલ્ટી ખાઈ ગઈ હતી. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. જોકે, ધર્મજ વાસદ હાઈવે પર દોઢ કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો.

ધર્મજ-વાસદ હાઈવે પર શનિવારે બપોરે કચ્છથી ધર્મજ તરફ આવી રહેલી કેમિકલ ભરેલી ટેન્કર પલ્ટી હતી. બનાવની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવમાં ધર્મજ-વાસદ હાઈવે પર દોઢ કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. જેને પગલે પોલીસે ટ્રાફિકને હળવો કરવા વાહનોને બાંધણી ચોકડી તરફ ડાઈવર્ઝન આપ્યું હતું.

દોઢ કલાક સુધી ટ્રાફિક ખોરવાતા પોલીસની દોડધામ

અન્ય સમાચારો પણ છે...