• Gujarati News
  • નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા પરથી દબાણો હટાવાયાં

નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા પરથી દબાણો હટાવાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદનગરપાલિકા દ્વારા મંગળવારના રોજ શહેરના પેટલાદ રોડથી સિવિલ હોસ્પિટલ સુધી લારી ગલ્લાં સહિતના 22 જેટલાં દબાણો હટાવ્યાં હતાં. દબાણોના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થતાં સિવિલ હોસ્પિટલ જતાં આવતાં દરદીઓને ભારે અગવડતા પડતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી, પાલિકાએ પગલું ભર્યું હતું.

અંગે પાલિકાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર શૈલેન્દ્રભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે ‘નડિયાદ શહેરના પેટલાદ રોડથી સિવિલ અને કિડની હોસ્પિટલ જવાના રસ્તા પર લારી ગલ્લાં સહિતના દબાણો થતાં ટ્રાફિકજામની વારંવાર સમસ્યા સર્જાતી હતી.

સમસ્યાના કારણે હોસ્પિટલ જતાં ઇમરજન્સી કેસને ભારે અગવડતા પડતી હતી. કેટલાક કેસ સમયસર પહોંચતાં દરદીને બચાવવા મુશ્કેલ બનતાં હતાં. આથી, મંગળવારના રોજ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અંતર્ગત સવારના પાલિકાના ટીમે પેટલાદ રોડથી સિવિલ સુધીમાં 22થી 24 જેટલાં લારી ગલ્લા હટાવ્યાં હતાં. જોકે, કામગીરી અન્ય વિસ્તારમાં પણ લાગુ કરવામાં આવશે.’