તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદના શખસે રાજાપાઠમાં આશાસ્પદ યુવકને કચડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વસોતાલુકાના વલેટવા ગામે આવેલ મનકામેશ્વર મહાદેવ નજીક એક ગાડીના ચાલકે દારૂ પીધેલ હાલતમાં પોતાની ગાડી બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી રોડ પર ચાલતા જતાં એક વિદ્યાર્થીને પાછળથી ટક્કર મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. સંદર્ભે વસો પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંગા ખાતે આવેલ ચરોતર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યશ અનીલભાઈ ગૌતમી, અક્ષીલ પ્રવિણભાઈ ગોટી (રહે. ભાવનગર, ઉ.વ.19) તથા યશ ઠાકોરભાઈ પટેલ નિસર્ગ હોસ્ટેલમાં રહે છે. શનિવારે રાત્રીના 8 કલાકે ત્રણેય મિત્રો ચાલતા ચાલતા વલેટવા નાસતો કરવા જતા હતા. મિત્રો વલેટવા મન કામેશ્વર મહાદેવ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક ગાડીના ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાની ગાડી બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી રોડ પર ચાલતા અક્ષીલ ગોટીને પાછળથી ટક્કર મારતાં તે રોડની સાઈડમાં કાંસમાં પડ્યો હતો. અક્ષીલને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. બનાવની જાણ ગ્રામજનોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સંદર્ભે વસો પોલીસે યશ ગૌતમીની ફરિયાદના આધારે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર.વ્યાસ ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં ગાડીના ચાલક ચતુરભાઈ ભીખાભાઈ પરમાર (ઉં.વ.35, રહે.સંજાયા, સ્મશાન પાછળ, તા.પેટલાદ) દારૂ પીધેલી હાલતમાં હોય, પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તેને નોટીસ આપી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યુ હતું.

અક્ષીલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો હતો

પેટલાદનાયુવકે રાજાપાઠમાં કાર ચલાવી અક્ષીલ ગોટીને હડફેટમાં ચડાવ્યો હતો. જેમાં અક્ષીલનું મોત નિપજ્યું હતું. અક્ષીલ મૂળ ભાવનગરનો રહેવાસી હતો અને તેજસ્વી વિદ્યાર્થી હતો. તે ચરોતર યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. ઘટનાથી અક્ષીલના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો