તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Petlad
  • પેટલાદ તાલુકા પંચાયતની પંડોળી બેઠક માટે 65 % મતદાન: મંગળવારે પરિણામ

પેટલાદ તાલુકા પંચાયતની પંડોળી બેઠક માટે 65 % મતદાન: મંગળવારે પરિણામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાના પંડોળી ગામે તાલુકા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 65 જેટલું મતદાન થયું છે. મતદાનને લઇ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે જીતના દાવા કર્યાં છે. ચૂંટણીની મતગણતરી 13મીના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે.

પેટલાદ તાલુકાના પંડોળી ગામે થોડા સમય પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે જગદીશભાઈ સોલંકી વિજેતા થયાં હતાં. જેને પગલે પેટલાદ તાલુકા પંચાયતની પંડોળી-2 બેઠક પરથી તેમણે રાજીનામુ આપ્યું હતું. બેઠક ખાલી પડતાં તેને પેટા ચૂંટણી રવિવારના રોજ યોજાઇ હતી. ચૂંટણી પહેલેથી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. પંડોળીના ચાર મતદાન કેન્દ્ર પર સરેરાશ 65 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં 4258 મતદારોમાંથી 2808 મતદારોએ મતદાન કર્યું હતું.

કોંગ્રેસ તરફથી સોલંકી રમેશભાઈ ગોરધનભાઈ અને ભાજપ પક્ષ તરફથી બળવંતસિંહ વજેસિંહ ચૌહાણે ઉમેદવારી કરી હતી. પંડોળી-2 બેઠકની ચૂંટણીમાં યોજાયેલા મતદાન કેન્દ્રોમાં શંકરપુરા પ્રાથમિક શાળામાં 607માંથી 556 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. જ્યારે માધવપુરા મતદાન બુધ પર 1019 મતદારોમાંથી 776 મતદારોએ મતદાન કર્યું હતું. તેજ રીતે રામજીપુરા કેન્દ્રમાં 964માંથી 547નું મતદાન થયું હતું. જ્યારે આનંદપુરાના બે બુથો પરથી અનુક્રમે 406 અને 523 મતદારોએ મતદાન કર્યું હતું.

પંડોળીની ખાલી બેઠક માટે થયેલા મતદાનમાં લોકોએ ઉત્સાહ દાખવ્યો હતો.

પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા થતાં બેઠક ખાલી પડી હતી

અન્ય સમાચારો પણ છે...