તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂટેલા નાળા પાસે સાઇન બોર્ડ ન હોવાથી બે બાઇક સવાર નાળામાં ખાબક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાવી જેતપુર તાલુકાનાં કરાલી પોલીસ મથક પાસેના તૂટેલા નાળાની આગળ તૂટેલા નાળાની જણા કરતું કોઈ સાઇન બોર્ડ મારેલું ન હોવાથી ઠલકી ગામના બે યુવાનો તૂટેલા નાળામાં ખાબક્યા હતાં. જેમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ થતાં પાવી જેતપુર સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે બોડેલી રીફર કરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાનાં કરાલી પોલીસ મથક પાસે આવેલું નાળુ છેલ્લા ચાર મહીના કરતાં વધુ સમયથી બિસ્માર હાલતમાં હતું. વહીવટી તંત્ર દ્વારા તેની કોઈ કાળજી ન લેવાતા પંદર દિવસ પહેલા નાળુ એક બાજુનો સ્લેબ નીચે બેસી ગયો હતો. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સૂચનાનું બોર્ડ મારવામાં આવ્યું ન હતું અને ના તો કોઈ ડાઇવર્ઝનની જાણકારી મળે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જેને લઈને ગઇકાલે ઠલકીના બે યુવાનો કંચનભાઈ નાનજીભાઇ નાયકા તેમજ શંકરભાઇ કાંતિભાઈ નાયકા બાઇક લઈને જતાં હતાં. ત્યારે તૂટેલા નાળાની કોઈ જાણ તેઓની ન હતી તેથી તેઓની બાઈક તૂટેલા નાળાના બેસી ગયેલા સ્લેબમાં ભયંકર રીતે પછડાટ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...