તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇમેક-મેકબુક ગેઝેટને 10 સેકન્ડમાં કોઈપણ હેક કરી શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આઇમેકઅને મેકબુક જેવા મોંઘાદાટ ગેઝેટ આંખના પલકારામાં હેક થઇ શકે ખરાં પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. જો તમે પણ કંઇક આવું વિચારતાં હોવ તો થોભજો. એમાંય જો તમે આઇમેક અને મેકબુક જેવા મોંઘાદાટ ગેઝેટ વાપરતાં હોવ તો જરા સાવધાન રહેજો. કેમકે આઇમેક અને મેકબુકને કોઇપણ બ્લેક હેકર્સ તો ઠીક પણ કમ્પ્યૂટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો વ્યકિત પણ 10 સેકન્ડમાં હેક કરી શકે છે. એટલું નહીં પણ આઇમેક અને મેકબુક યુઝર્સના સિક્યોર પાસવર્ડને રિસેટ કરીને પોતાનો નવો પાસવર્ડ સેવ કરીને સિસ્ટમ પર કન્ટ્રોલ જમાવી શકે છે.

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રહેતાં અને સૌથી નાની વયના એથિકલ હેકર્સ મનન શાહે આઇમેક અને મેકબુક જેવા એપ્પલના મોંઘાદાટ ગેઝેટ વાપરવાનો શોખ ધરાવતાં યુઝર્સને ચેતવવા માટે 10 સેકન્ડમાં આઇમેક અને મેકબુક જેવા ગેઝેટને હેક કરી બતાવ્યો છે. 10 સેકન્ડમાં આઇમેક અને મેકબુક જેવા ગેઝેટની ઓપરેટીંગ સિસ્ટમને ચેક કર્યા બાદ તેણે દાવો કર્યો હતો કે, શહેરનો કોઇપણ વ્યકિત કે જે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવે છે તે પણ આસાનીથી સિમ્પલ સ્ટેપ વડે મેકબુક અને આઇમેકને હેક કરી શકે છે. એટલું નહીં પણ ઓરીજનલ યુઝર્સના પાસવર્ડને પણ બદલી શકે છે.

હાલમાં શહેરમાં આવા અનેક યુઝર્સના મેકબુક અને આઇમેક હેક થઇ રહ્યા છે. જોકે તેઓ તે અંગે ફરિયાદ કરવાને બદલે અમારા જેવા એથિકલ હેકર્સ પાસે આવીને પાસવર્ડને ક્રેક કરીને પુન: ગેઝેટ પર કબજો મેળવી રહ્યા છે.

ઓરિજિનલ યુઝર્સના પાસવર્ડને પણ બદલી શકાય

એથિકલ હેકર્સે સિસ્ટમ સુરક્ષિત હોવાનો દાવો કર્યો

ગેઝેટને હેક થતાં બચાવવા શું કરવું જોઇએ?

^મોંઘાદાટ ગેઝેટને હેક થતો રોકવા માટે યુઝર્સે ખરેખર તો પોતાના બ્રાઉઝરમાંથી કામપૂર્ણ થયા બાદ લોગઆઉટ થવાની આદત પાડવી પડશે. ઉપરાંત યુર્ઝસે પોતાના ડેટાને એંક્રીપ્ટ કરીને રાખવા પડશે. સેન્સેટીવ ફાઇલ ખુલે તે માટે ઓથેટીકેશનને ફરિજયાત લાગુ કરવું પડશે. ખાસ કરીને યુઝર્સે પોતાના આઇડીને વધુ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. તેઓ અંગ્રેજી શબ્દ અને સાઇનનો ઉપયોગ કરીને આઇડીને વધુ સ્ટ્રોંગ કરે તો હેક થવાના ચાન્સ ઘટી જાય છે. > મનનશાહ, એથિકલહેકર.

અન્ય સમાચારો પણ છે...