તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • સમા, ગોરવા, હરણી અને બાપોદનો 15 ચો. કિમી. િવસ્તાર પાલિકામાં સમાવાશે

સમા, ગોરવા, હરણી અને બાપોદનો 15 ચો. કિમી. િવસ્તાર પાલિકામાં સમાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીહદને અડીને આવેલ આઉટગ્રોથ અેરિયા તેમજ વુડાની ટીપી સ્કીમ્સ મળી વધુ 13.5 ચોરસ કિલોમીટરના વિસ્તારનો સેવાસદનની હદમાં સમાવેશ કરવા માટે વુડાએ લીલી ઝંડી આપી છે અને હવે આખરી નિર્ણય સરકાર પર છોડાયો છે.

સમા કેનાલથી હાઇવે તેમજ વુડાના હરણી, ગોરવા,તરસાલી તેમજ બાપોદના વિસ્તારનો સમાવેશ તો ગ્રામપંચાયતમાં થાય છે કે તો સેવાસદનની હદમાં થાય છે. જેના કારણે,આ વિસ્તારના રહીશોને પાણી,ગટર, મિલકતવેરો જન્મ મરણના દાખલા મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. વિસ્તારનો સેવાસદનની હદમાં સમાવેશ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી અને 15 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારોને ભવિષ્યમાં વિવિધ સુવિધા વુડા દ્વારા ભવિષ્યમાં આપી શકાય તેમ નથી તેવી સ્થિતિ છે.

વુડાની ટીપી સ્કીમમાં સમાવિષ્ટ 13.5 ચોરસ કિલોમીટરની વિસ્તારમાં મોટા ભાગની સ્કીમોમાં વુડા દ્વારા ટીપીના રસ્તાઓ બનાવાયા છે. પરંતુ, સુવિધાઓ માટે મરામત અને નિભાવણી માટે કોઇ વ્યવસ્થા હોવાથી તેનો સેવાસદનની હદમાં સમાવાય તો પૂરતી સવલત મળી શકે તેમ છે તેવી દરખાસ્ત વુડાની બોર્ડ મિટિંગમાં રજૂ કરાતા મંજૂર કરી સરકારમાં મોકલી આપી છે. વુડાના ચેરમેન એન વી પટેલે જણાવ્યું હતું કે વુડાની હાલની હદથી 10 કિલોમીટર વધુ વિસ્તારનો સમાવેશ કરવાની ભલામણ છે. જયારે ક્રેડાઇના પ્રમુખ વિક્રમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આઉટગ્રોથ વિસ્તાર તેમજ નજીકની ટીપી સ્કીમ નોન ટીપી સ્કીમનો સમાવેશ સેવાસદનમાં કરવામાં આવવાથી મોટો ફાયદો થઇ શકે છે.

ડ્રેનેજ લાઇનનું માળખું ઉભું થઇ શકશે.

કચરાના નિકાલની વ્યવસ્થા

સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા

પાકા રસ્તાની વ્યવસ્થા

પૂરતા પાણીની વ્યવસ્થા

શું ફાયદોે?

પ્રાથમિક સરવેમાં શું તારણ ?

પાદરાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને ધ્યાનમાં લઇ પાદરાને ગ્રોથ સેન્ટર વિકસાવવું.

વાઘોડિયા તાલુકામાં રહેણાકના ખુલ્લા પ્લોટનો વિકાસ,ઔદ્યોગિક-શૈક્ષણિક હેતુનો વિકાસ થયેલો હોવાથી તેનો ભાર વડોદરા પર પડે તેમ છે.

સાવલી તાલુકાના પોઇચા, મોકસી, મંજુસરમાં ઔદ્યોગિક હેતુનો લગતો વિકાસ થઇ રહ્યો છે અને મંજુસર જીઆઇડીસી દ્વારા મોટુ સંકુલ ઉભું કરવામાં આવ્યું છે.

વુડાની હદમાં વધારો કરવા માટે સરવે કરાશે

તા.1ફેબ્રુઆરી,1978થી રચાયેલા વુડાનો હાલનો વિસ્તાર 714.56 ચોકિમીનો છે. જેમાં વડોદરાનાં 82 સહિત કુલ 104 ગામોનો સમાવેશ છે. વર્ષ 2002 અને 2004માં મહાનગર સેવાસદનની હદમાં વધારો કરાયો હતો પણ વુડાની હદમાં હજી સુધી વધારો થયો નથી. વુડાની હદથી 10 કિલોમીટરમાં આવતાં ગામોનો અને ગ્રોથ સેન્ટરમાં આવી જતા વિસ્તારોનો વિસ્તૃત સરવે કરાવવાનુંં નક્કી કરાયુ઼ું છે.

શહેરમાં સમાવવા કઇ TPની ભલામણ?

1. વેમાલી1

2.સમા-દુમાડ-વેમાલી 2

3.બીલ1

4.ભાયલી1,23,4

5.સમિયાલા-બીલ-ભાયલી 5

6.સેવાસી1,2

7.ખાનપુર-સેવાસી1

8.ખાનપુર-અંકોડિયા1,2

9.અંકોડિયા1

10.ગોરવાઅંકોડિયા 1

} રહીશોનેપાણી,ગટર, સ્ટ્રટીલાઇટ સહિતની

પ્રાથમિક સુવિધા મળતી થવાના ઉજળા સંજોગો

}આઉટગ્રોથ અેરિયાતેમજ ટીપીના વિસ્તારનો સેવાસદનની હદમાં સમાવવા વુડાની લીલી ઝંડી

અન્ય સમાચારો પણ છે...