તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 બેઠકો પર 96 ઉમેદવારી પત્રો રદ, 99 માન્ય રખાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 બેઠક પરના રદ થયેલા અને માન્ય ફોર્મની વિગત

વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું તા.20 નવેમ્બરે પ્રસિદ્ધ થતાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. તા.20 થી તા.27 નવેમ્બર સુધી ચાલેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પર કુલ 195 ફોર્મ ભરાયાં હતા. સોમવારે છેલ્લા દિવસે તમામ 10 બેઠકો પર ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહેતાં કુલ 148 ફોર્મ ભરાયા હતા.

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ મંગળવારે તમામ વિધાનસભા બેઠકોના રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણી નિરીક્ષકો અને ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી શરૂ થઇ હતી. કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી. ફોર્મ ચકાસણી પૂરી થતાં શહેર-જિલ્લાની 10 બેઠકો ભરાયેલાં કુલ-195 ફોર્મમાંથી 96 ફોર્મ રદ થવાથી 99 ફોર્મ માન્ય ઠર્યા હતા. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ હવે બુધવાર અને ગુરુવારે બે દિવસ ભરાયેલા ફોર્મ પરત લેવાની કાર્યવાહી થશે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ગુરુવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર યુદ્ધ જામશે.

બેઠક ફોર્મ ભરાયાં રદ ફોર્મ માન્ય ફોર્મ

ડભોઇ23 11 12

વાઘોડિયા 17 08 09

શહેર-વાડી 14 04 10

કરજણ 17 03 14

પાદરા 19 09 10

રાવપુરા 19 11 08

સયાજીગંજ 20 11 09

અકોટા 22 15 07

માંજલપુર 22 10 12

સાવલી 22 14 08

કુલ195 96 99

કુલ 195 ઉમેદવારીપત્રોની ચકાસણી સંપન્ન થઇ

આજે અને ગુરૂવારે ફોર્મ પરત લેવાની કાર્યવાહી થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં પ્રચારમાં વેગ આવશે

અન્ય સમાચારો પણ છે...