તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા જંબુસર રોડ પર ડિસા રેસ્ટોરન્ટ પાસે બનેલી ઘટના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 જણાં પ્રસંગ પતાવી ડભાસા જતા હતા

જિ.પં. પ્રમૂખ પુત્રની કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

પાદરાજંબુસર રોડ પર ડીસા રેસ્ટોરન્ટ પાસે ફોર વ્હીલના ચાલકે પાદરામાં લગ્ન પ્રસંગ પતાવી ડભાસા જઈ રહેલા એક્ટિવા સ્કુટરને ટક્કર મારતાં ત્રણ જણાને ગંભીર ઈજા થવા પામી હતી. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત કરી નાસી ગયેલ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલનો પુત્ર અક્ષય પટેલને પકડી પાડવા પાદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે અકસ્માત કરેલી ગાડી સાધી ગામે ક્યાં સંતાડીને મુકી છે.તે અંગે પણ પાદરા પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે ફરિયાદના આધારે શોધખોળ ચાલુ કરી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડભોઈ ખાતે રહેતા ઈશ્વરભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ઉં.વ. 46 એક્ટિવા લઈને જોશણાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉ.વ. 45 અને કોકીલાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉ.વ.23 ડભોઈથી પાદરા લગ્નનો પ્રસંગ હોઇ પાદરા આવ્યા હતા. પ્રસંગ પતાવી તેઓ પાદરાથી ડભાસા ગત મોડી રાતના જવા નીકળ્યા હતા. તે દરમિયાન પાદરા જંબુસર રોડ પર પાદરા નજીક દીશા રેસ્ટોરન્ટ પાસે ફોર વ્હીલ ચાલકે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર ચાલક ઈશ્વરભાઈ પ્રજાપતિ, જોશણાબેન પ્રજાપતિ, કોમલબેન પ્રજાપતિ રોડ પર ધડાકાભેેર પટકાતા ત્રણે જણાંને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને પાદરાની સરકારી દવાખાના બાદ વડોદરા ખાનગી હોસ્પિટલ મનોજ નાગરને ત્યાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોશણાબેન પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફોર વ્હીલ ચાલક પોતાની ગાડી સાધી ગામે કોઈ જગ્યાએ સંતાડી હોવાની બાતમી પાદરા પોલીસને મળતાં પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફોરવ્હીલ ચાલક અકસ્માત કરી નાસી જતાં તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે ફરાર થયેલા ગાડીનો ચાલક જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલનોે પુત્ર અક્ષય પટેલ(રહે.સાધી) તેમજ ગાડી ઘનશ્યામની બીજા પુત્ર ચેતન પટેલનું હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...