• Gujarati News
  • દેવપુરાની વૃદ્ધાનું સર્પદંશથી મોત

દેવપુરાની વૃદ્ધાનું સર્પદંશથી મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. પાદરાતાલુકાના દેવપુરા ગામની વૃદ્ધાનું ઘરમાં સાપ કરડતાં સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. દેવપુરા ગામે રહેતાં 60 વર્ષીય સવિતાબેન રઇજીભાઇ પઢિયાર મંગળવારે સાંજે પોતાના ઘરે ઘરકામ કરી રહ્યાં હતાં. દરમિયાન ઘરમાં આવી ચઢેલા સર્પે તેમને પગે દંશ દેતાં તેમનાં પરરીવારજનો બેભાન હાલતમાં પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતાં. જ્યાં તેઓની હાલત વધુ ગંભીર હોઈ સયાજીમાં લવાયાં હતાં. આખરે મોત થતાં વડુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.