તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભથ્થુની રેલી આવતા યોગેશ પટેલે માર્ગ બદલ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂના ઝંડા, ખેસ કેમ કાઢ્યા, લોકો ખર્ચમાં ગણી લેશે

કચેરી ભાજપ-કોંગ્રેસના બળવાખોરોથી ધમધમી

5 કલાકમાં 95 ફોર્મ ભરાયાં : 3 વાગે દરવાજા બંધ, બાકી રહી ગયા તેમની િવડિયોગ્રાફી

ફોર્મ ભરવાની પ્રક્રિયા વેળા શુષ્ક માહોલથી આશ્ચર્ય

જિલ્લા પંચાયત કચેરી ભાજપ અને કોંગ્રેસના બળવાખોરોથી ધમધમી હતી. પક્ષના નિર્ણયથી નારાજ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસે વાઘોડિયા બેઠક બીટીપી પાર્ટીને આપી દેતાં જિલ્લા કોંગ્રેસના સતીશ મકવાણાએ અને જિલ્લા યુવક કોંગ્રેસના જયેન્દ્ર ચાવડાએ અપક્ષ ફોર્મ ભર્યું હતું તો જયશ્રી ગોહિલ અને જોગેશ્વરી મહારાઉલે પક્ષના મેન્ડેટ વગર ફોર્મ ભર્યું હતું. અજિત ઠાકોરે છેલ્લે એનસીપીમાંથી ફોર્મ ભર્યું હતું.

} મને મારું વડોદરા પાછું આપોનો મૂળ મંત્ર લઇ નીકળેલા રાવતની જીપ ઉપર યુએસએનું લખાણ લખેલું હતું.

} ફતેગંજમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર શર્માએ નારાજ કોર્પોરેટર અતુલ પટેલને હાર પહેરાવતાં ચહેરા પર સ્મિત છલકાયું

} ફોર્મ પ્રક્રિયા પૂરી કરી નીકળેલા રાવતે ભાજપના અજિત પટેલ સાથે હસ્તધૂનન કર્યું

} દિવસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો આવીને ફી ભરીને ફોર્મ લેતા દેખાતાં માહોલ ગરમ થતો જોવા મળ્યો હતો.

} મધુ શ્રીવાસ્તવે સમર્થકોને કોઇ માથાકૂટ ના થાય એટલે જિલ્લા પંચાયત પરિસરમાં ના આવવા જણાવ્યું હતું.

} ચૂંટણી અધિકારીએે ઉમેદવારોની ગણતરી સાથે વીડિયોગ્રાફી કરાવી અને 3 વાગે દરવાજો બંધ કરાવ્યો.

} પ્રભુ સોલંકીએ એનસીપીમાંથી છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું.

} ભવનની લિફ્ટ ચાલુ નહીં થતાં ફસાયેલા કોંગી ઉમેદવાર અનિલ પરમાર માળ સુધી પગથિયાં ચઢીને ગયા હતા.

} કોંગી ઉમેદવાર અનિલ પરમાર અને જશપાલ ઠાકોરે ગણ્યાગાંઠ્યા કાર્યકરો સાથે આવીને ફોર્મ ભર્યુ હતું.

} શહેર વાડી બેઠક માટે વડાપ્રધાનના કાફલા પર બંગડીઓ ફેંકનાર શિક્ષિકા ચંદ્રિકા સોલંકીએ અપક્ષ ફોર્મ ભર્યું હતું.

} ફોર્મ ભરવા જતા ઉમેદવારો-ટેકેદારોના ખેસ ઉતારાયા

} ભાજપ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરોએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા

} કોંગ્રેસના અકોટા િવધાનસભાના ઉમેદવારે 12.45નું મુર્હુત સચાવવા માટે ફોર્મ લઇ ઓિફસ બહાર ઉભા રહ્યાં

} ભાજપ- શિવ સેનાના સમર્થકોના સામસામે સૂત્રોચ્ચાર

} ટેકેદારો સિવાય કોઇને પ્રવેશવા ના દેવાયા.

ભાજપના માંજલપુરના ઉમેદવાર યોગેશ પટેલ ફોર્મ ભરીને પરત બહાર નીકળતા હતા તે સમયે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત ભથ્થુની રેલી આવતાં ભાજપના ઉમેદવારે રસ્તો બદલી નાખ્યો હતો. કાર્યકરો વચ્ચે ઘર્ષણ નથાય તે માટે ઉમેદવાર અને ટેકેદારો બાજુના ગેટ પરથી રવાના થયા હતા.

સોમવારે ફોર્મ ભરવાના અંતિમ િદવસે નિયત સેન્ટરો પર રાજકીય પક્ષોના કાર્યકરોના ટોળા ઉમટી પડયા હતા. કેટલાક કાર્યકરોએ ટુ વ્હીલર પર પાર્ટીના બેનરો લગાવી હરતા ફરતા પ્રચાર કર્યો હતો તો કેટલાકે કોટી અને ટોપી પહેરી પ્રચાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...