તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા પાલિકા સભ્યએ મંગાવેલો 4 લાખનો વિદેશીદારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનગરપાલિકાના સભ્યએ મહારાષ્ટ્રથી મંગાવેલો 4 લાખનો વિદેશી દારૂ અંકલેશ્વર નજીકથી ઝડપી પાડયો છે. નવાપુરથી બે કારમાં દારૂ લાવી તેને વડોદરા અને પાદરા ખાતે પહોંચાડવાની હતી. પાદરા પાલિકાના નગરસેવકે મહારાષ્ટ્રથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોલીસે ગોઠવેલી વોચ દરમ્યાન ઇનોવા કાર અને નિશાન સન્ની કાર આવતા તેને રોકી ઇનોવાની તલાશી લેતા વિદેશી દારૂની 1,400થી વધારે બોટલો મળી આવી હતી. બંને કારમાં બેઠેલાં વડોદરાના રણજીતસિંહ ચૌહાણ, ભાવેશ ગાયકવાડ, જીગર પટેલ અને મહેશ પરમારની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે દારૂનો જથ્થો પાદરા નગરપાલિકાના સભ્ય ભાવેશ ઉર્ફે લાલા પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રના નવાપુરાથી પિન્ટુ નામના ઈસમે આપ્યો હોવાની કબુલાત તેમણે કરી હતી. પોલીસે 4 લાખ રૂપિયાનો વિદેશી દારૂ તથા બે કાર મળી 17 લાખ રૂપિયા ઉપરાંતનો મુદામાલ કબજે કર્યો છે.

બે કારમાં બેઠેલા વડોદરાના 4 શખ્સની ધરપકડ કરાઈ

અન્ય સમાચારો પણ છે...