‘1200 પેટી દારૂ વહેંચશેે તે ઉમેદવાર જીતી જશે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
200

700

1000

2200

2100

750

મતદારોના વોટ કન્વર્ટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતો દારૂ વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર- જિલ્લામાં કેટલો આવશે તે અંગે દિવ્ય ભાસ્કરે 5 દિવસ સુધી અભ્યાસ કર્યો. એક સમયે કારથી લઇ ટ્રક ભરેલા દારૂની હેરાફેરીમાં પકડાયેલા બૂટલેગરોને ફતેગંજ અને અકોટા બ્રિજ પાસે મળી ચૂંટણીલક્ષી દારૂનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો. દારૂ હાલ કયા-કયા રૂટથી વડોદરા સુધી પહોંચી રહ્યો છે , દારૂની લાઇન શું છે તે કેવી રીતે ચાલી રહી છે ω, ચૂંટણીમાં દારૂનું બુકિંગ થાય છે બુકિંગ ઉમેદવાર કરાવે કે તેમના કોઇ મળતિયા તેનું મોનિટરિંગ કઇ રીતે થાય છે વડોદરામાં કેટલો દારૂ આવશે અને બૂલેગરોનું ગણિત શું કહે છે ωω તે સહિતની ઝીણવટપૂર્વકની વિગતો એકત્રિત કરી હતી. સ્વયં બૂટલેગરોએ તેમના ધંધાનાં રહસ્યો પરથી પડદો ઉઠાવી એક વાત ડંકાના ચોટ પર કહી કે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ વગર દારૂ કોઇપણ વિસ્તારમાં ઉતારવો શક્ય નથી. પોલીસ અધિકારીઓ ગમે તેટલા ધમપછાડા કરે પણ માત્ર ચૂંટણીમાં 10,000 પેટી દારૂ વહેંચાશે તેમાં કોઇ બેમત નથી. કેટલાક રાજકારણીઓનો ‘ડી સ્ટાફ વહીવટ સંભાળી રહ્યો છે. વધુમાં કહ્યું કે, રાજ્યની જુદી જુદી 8 સરહદથી વડોદરા સુધીની દારૂની લાઇન ચાલી રહી છે. માત્ર સોનગઢથી 20 જેટલા રસ્તા દારૂને વડોદરા સુધી પહોંચાડે છે. પોલીસે ચેકિંગ વધારતાં મોડસ ઓપરેન્ડીમાં થોડો ફેરફાર કરવા ઉપરાંત બ્રાન્ડેડના સ્થાને રનિંગ ક્વોલિટીના દારૂનું ચલણ વધાર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો દારૂની સાઇઝમાં પણ ઘટાડો કર્યો છે. મોટી બોટલના સ્થાને માથા દીઠ દારૂ આપી શકાય એટલે ક્વાર્ટરિયાં અને બિયરનાં ટિનનો સપ્લાય શરૂ કર્યો છે. કોઇ ગાડી પકડાય અને તેમાંથી ક્વાર્ટરિયાં નીકળે તો દારૂ ચૂંટણી માટે હશે તેવું પણ બૂટલેગરો ખોંખારીને જણાવી રહ્યા છે. હાલ વડોદરામાં દારૂની લાઇન ચલાવતા 9 બૂટલેગરો સક્રિય છે જ્યારે હાંસિયામાં ધકેલાયેલા બૂટલેગરોએ દારૂને બાજુએ મૂકી જુગારના ધંધામાં ઝંપલાવ્યું છે.

દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોએ 6 દિવસ પહેલાથી ચૂંટણીલક્ષી ઓર્ડર લેવાનું પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકીના કેટલાક ઓર્ડર મુજબના હોવાની વિગતો મળી છે.

દારૂ ભરેલી 5 થી 6 ગાડી તો ઓન રોડ હોય છે

વડોદરા સુધી કયા રસ્તે પહોંચે છે દારૂ

કયાં કેટલા દારૂનો ઓર્ડર

^ ચૂંટણીના બંદોબસ્તમાં દારૂ ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. રાજકારણ સાથે સંકળાયેલા હોય તેવા બૂટલેગરો પર વધુ વોચ રાખવામાં આવી રહી છે. દારૂ વધુમાં વધુ પકડાય તે રીતે સૂચના આપવામાં આવી છે. > મનોજશશીધર, પોલીસકમિશ્નર

^ દારૂ માટે સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. એલસીબી તેમજ અન્ય શાખાઓને પણ દારૂબંધીના કડક અમલ માટેની સૂચના અાપી છે. ઉપરાંત દારૂના કેસોનું રોજે રોજ મોનીટરિંગ કરી તેની ચૂંટણી પંચને જાણ પણ કરાઇ છે. > સૌરભતોલંબિયા, ડીએસપી,વડોદરા ગ્રામ્ય

દારૂના નેટવર્કમાં કયા બૂટલેગરની શું ભૂમિકા?

} ચૂંટણીમાં માથા દીઠ આપી શકાય એટલે ક્વાર્ટરિયાં અને ટિનના સપ્લાયની ડિમાન્ડ

} સપ્લાયરો દ્વારા બ્રાન્ડેડ બોટલોના સ્થાને રનિંગ ક્વોલિટીના દારૂનું ચલણ વધારાયું

} સોનગઢથી 20 જેટલા રસ્તાનો ઉપયોગ કરીને દારૂને વડોદરા સુધી પહોંચાડાય છે

ચૂંટણીની માંગને પહોંચી વળવા રાજ્યની જુદી જુદી 8 સરહદથી વડોદરા સુધીની દારૂની લાઇનો ચાલી રહી છે

વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદાની ડી કંપનીની દારૂનો ધંધો કોર્પોરેટ કંપનીઓને પણ માથુ ખંજવાળતી કરી દે તેવો છે. સૂત્રો અનુસાર, દારૂનો ઓર્ડર આવે પછી ટ્રક, ટેમ્પો કે કાર ભરાય તેવું નથી. દારૂની 5 થી 6 ગાડી તો ઓન રોડ ફરતી હોય છે. સબ સલામતનું સિગ્નલ મળે ત્યાં વાહનને રોકી રાખવામાં આવે છે. ઓર્ડર આવે એટલે ડ્રાઇવરને જે-તે જગ્યાએ ગાડી વળાવી લેવાની સૂચના અપાતી હોય છે. ચોક્કસ જગ્યાએ પહોંચી જે-તે નંબર પર કોલ કરી દારૂની ડીલીવરી આપતા હોય છે.

} હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઇ વાયા સોનગઢથી વડોદરા

} સોનગઢથી નેત્રંગ, અક્કલકુવા સહિત 20 જેટલા અંતરિયાળ રસ્તાથી વડોદરા

} મધ્યપ્રદેશના જાબુઆથી દાહોદ થઇ વડોદરા

} રાજસ્થાન રાજયની સરહદ ઓળંગી ઝાલોદથી વડોદરા

} મધ્યપ્રેશના અલીરાજપુર, રંગપુરથી વડોદરા

} મ.પ્ર.ના આમસોટાથી કવાંટ તેમજ મહારાષ્ટ્ર બોર્ડરથી કવાંટ થઇ વડોદરા

} રાજસ્થાનથી ઝાલોદ, કાલિયાકુવાથી વડોદરા

} દમણથી વાયા સુરત, ભરૂચ, વડોદરા

સંખ્યા પેટીમાં

1200 પેટી દારૂ પાછળનો તર્ક શું?

{ 1200 પેટીમાં મોટી 14,400 અને ક્વાર્ટરની 28,800 બોટલ હોય અને એક-બે વાર દારૂ આપે તો 25 થી 30% મતદારોને તરફેણમાં કરી શકાય.

{ 5000ની વસતીમાં 500 બોટલ આપવી પડે તો 1.25 લાખની વસતીમાં 12000 થી 13000 બોટલ.

{ પુરુષો પૈકી જો 25 થી 30 ટકા યુવાનો સહિતના લોકો દારૂ પીતા હોય તો 500 જેટલી બોટલ વહેંચવી પડે.

{ માત્ર દારૂ આપી 20,000થી 22,000 મતદારને પોતાના પક્ષે કરી લેવાય, તેવું ગણિત બૂટલેગરોનું છે.

{ એક પેટીમાં મોટી 12 બોટલ જ્યારે ક્વાર્ટરિયાં 24 હોય છે. વિસ્તાર પ્રમાણે વહેંચાય.

{ વિસ્તારમાં સરેરાશ 2.25 લાખ મતદારો હોય. જે પૈકી માત્ર પુરુષોની સંખ્યા 1 થી 1.25 લાખ.

{ પૈકી 1000 વૃદ્ધોને બાદ કરતાં લગભગ 1700 જેટલા યુવાઓ તેમજ 50 વર્ષથી ઓછી ઉમરના ગણી શકાય.

{ 5100ની વસતીવાળું ગામ હોય તો સરેરાશ 45% પ્રમાણે 2400 મહિલાઓને બાદ કરતાં 2700 પુરુષો હોય.

{ દારૂની વહેંચણી મતદાર યાદી અને બુથના આધારે થાય છેેે. મતદારોની સંખ્યા મુજબ સરવાળો કરાય છે.

પપ્પુ શર્મા |અલ્પુ સિંધીની સાથે રહીને દારૂની હેરાફેરી કરે છે. દારૂનો જે જથ્થો આવે તે અડધો અડધો વહેંચી લે છે. શહેરના ગાજરાવાડી તેમજ વડોદરા તાલુકાના જુદા જુદા વિસ્તારના બૂટલેગરોને માલ સપ્લાય કરે છે. ખાસ કરીને કાર, ટેમ્પો જેવા નાના વાહનોમાં દારૂ સપ્લાય કરતો હોય છે.

પરેશ ઉર્ફે ચકો |ભરૂચના નયન ઉર્ફે બોબડાની સાથે મળી કરજણમાં રૂા. 23 લાખનો દારૂ ઉતાર્યો હતો. વડોદરા શહેર બાદ કરજણમાં તેની પકડ જમાવી હતી. અંદાજે 200-300 પેટી દારૂની એક વખતમાં ખપત કરી નાખે છે. દારૂની હેરાફેરી કરવા માટે ટેમ્પોમાં વિશેષ ખાના બનાવી રાખ્યા છે.

કાલુ ટોપી |સુનિલ ઉર્ફે અદો અને તેના હરિફ અલ્પુ સિંધી પાસેથી પણ દારૂ કટિંગ કરે છે. તાલુકા પોલીસના પશ્ચિમ વિસ્તાર તેમજ પાદરામાં તેનો દારૂ સપ્લાય થતો હોય છે. એલસીબીએ દારૂના કેસમાં ઉપરાછાપરી નામ ખોલતા થોડો સમય વેઇટ એન્ડ વોચ કર્યા બાદ ફરી સક્રિય થઇ ગયો છે.

સુનિલ ઉર્ફે અદો |કયા બૂટલેગરને કેટલો દારૂ આપવાનો છે કયા વાહનમાં દારૂ જશે કેટલા પેટી દારૂ જશે તેનું સમગ્ર સંચાલન કરવાનું હોય છે. અંદાજે 100 થી વધુ વાહનોમાં દારૂ સપ્લાય થતો હોઇ કોર્પોરેટ જેવી વ્યવસ્થા ઉભી કરી છે. ચૂંટણીના દારૂનું ઓર્ડર લેવાનું કામ તેની પાસે છે.

જુબેર મેમણ |પોલીસની રહેમનજરથી લાંબા સમય સુધી પોલીસ ચોપડે વોન્ટેડ રહ્યો હતો. પપ્પુ શર્માનો ભાગીદાર છે, દારૂના વેપારમાં ફિફ્ટી ફિફ્ટીની ભાગીદારી કરતો હોય છે. તેનું એપી સેન્ટર દમણ છે. તેનો મોટાભાગનો દારૂ દમણથી વડોદરામાં આવે છેેેે.

અલ્પુ સિંધી |ગેંગસ્ટર મુકેશ હરજાણી બનાવાનો અભરખો છે. વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદાનો કટ્ટર વિરોધી છે. તાજેતરમાં જેલમાં છૂટ્યો રાતે તેણે 1000 પેટી દારૂની હેરાફેરી કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના કૈલાશ રાઠી અને જોગીન્દર શર્મા સાથે દારૂની લેવડદેવડ કરે છે.

વિક્રમ ચાવડા |લાલ ચોપડામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને છાપરે ચઢાવ્યા હતાં. તાજેતરમાં મકરપુરાના બે કોન્સ્ટેબલ સાથે સાંઠગાંઠ કરી ધનીયાવીમાં દારૂ ઉતાર્યો હતો. જોકે, એલસીબીએ પકડી પાડ્યો હતો. વરણામા અને ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારનો મુખ્ય સપ્લાયર છેે.

લાલુ સિંધી |વડોદરા શહેર અને ગ્રામ્યના તાલુકા પોલીસ સ્ટેશન પૂર્વ વિસ્તારમાં દારૂ સપ્લાય કરે છે. વિજુ સિંધી અને સુનિલ ઉર્ફે અદાનો પન્ટર છે. ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યામાં બંને સાથે તેની પણ સંડોવણી બહાર આવી હતી. લાલુ સામે પ્રોહિબીશનના 20 થી વધુ ગુના નોંધાયેલા છે.

વિજુ સિંધી |મ.પ્ર., રાજસ્થાન, હરિયાણા અને પંજાબના સરહદી વિસ્તારના દારૂના ઠેકાઓ પરથી ગુજરાતમાં માલ સપ્લાય કરે છે. ઠેકાવાળાઓ તેમજ પોલીસ અધિકારીઓ સાથે લાયઝનિંગ અને આંગડિયા પેઢીમાં દારૂના રૂપિયાની થતી લેવડદેવડનો હિસાબ રાખવાનું કામ.

અન્ય સમાચારો પણ છે...