તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • રાકેશને આપેલાં નાણાં દબંગ કોના ખાતામાં જમા કરાવવા જતો હતાે?

રાકેશને આપેલાં નાણાં દબંગ કોના ખાતામાં જમા કરાવવા જતો હતાે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપકોર્પોરેટરના ભાઇ વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ પાસેથી મળેલી રૂા. 31 લાખની બંધ થઇ ગયેલી 500ની ચલણી નોટના ચકચારી પ્રકરણમાં પોલીસે નોટ આપનાર 14 જણનાં નિવેદન લેતાં વિરોધાભાસ જોવા મળ્યો છેે. અગાઉ રાકેશે રૂપિયા 14 જણે તેમના બેંક ખાતામાં ભરવા માટે આપ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું જ્યારે 14 શખ્સોએ રૂપિયા રાકેશને સાચવવા માટે આપ્યા હોવાનું કહ્યું હતું.

વૈકુંઠ પવાર ઉર્ફે દબંગને બંધ થયેલી રૂા. 500ની 31 લાખની ચલણી નોટ સાથે ઝડપી પાડી પોલીસે પૂછતાછ કરી હતી. પોલીસે રાકેશની પૂછતાછ કરતાં નોટ તેના 14 પરિચિતો અને સંબંધીઓએ આપી હોવાનું કહી તેમના પાનકાર્ડ સહિતના પુરાવા આપ્યા હતા. 14 પૈકી મોટાભાગના પાદરા સહિત વડોદરા જિલ્લાના ખેડૂત ખાતેદારો છે. પોલીસ પૂછતાછમાં તેમણે રૂા. 2 લાખથી રૂા. 2.30 લાખ સુધીની રકમ જમીનદલાલ રાકેશ પટેલને સાચવવા માટે આપી હોવાનું કહ્યું હતું.

ગત 8મી નવેમ્બરથી રૂા. 500 અને 1000ની નોટ બંધ થઇ ગઇ હોવા છતાં 14 લોકોએ રાકેશને કેમ સાચવવા આપી જો ખેડૂત ખાતેદારોએ રૂપિયા સાચવવા આપ્યા હતા તો રાકેશે તેને દબંગને કેમ આપ્યા હતા અને દબંગ રૂપિયા કોના એકાઉન્ટમાં જમા કરાવવાનો હતો ખેડૂતોએ રૂપિયા જાતે તેમના ખાતામાં કેમ જમા કરાવ્યા સહિતના પ્રશ્નો ઊભા થયા છે.

કુલડીમાં ગોળ ભાગવાનો કારસો હોવાની પોલીસને આશંકા

~31 લાખ સંદર્ભે 14 જણનાં નિવેદનમાં વિરોધાભાસ

રૂા. 31 લાખના મામલે પોલીસ કાર્યવાહી થાય તે માટે રાજકીય અાગેવાનાએ પોલીસ પર ભારે દબાણ કર્યું હતું. જોકે, પોલીસે વૈકુંઠ ઉર્ફે દબંગની અટકાયત કરી રૂપિયા કબજે લીધા હતા. ઇન્કમટેક્સે રૂપિયા તેમની મંજૂરી વગર પરત નહિ આપવા માટે પોલીસને સીઝ લેટર આપી કેસને સંલગ્ન દસ્તાવેજો તપાસ માટે લીધા હતા. પોલીસે રૂપિયા તેમના હોવાનું કહેનાર 14 જણનાં નિવેદન લીધાં હતાં. હવે ઇન્કમટેક્સ પણ તમામનાં નિવેદન લઇ તેમના આર્થિક સ્રોતની વિગતો એકત્રિત કરશે.

ઇન્કમટેક્સ પણ 14 જણનાં નિવેદન લેશે

અન્ય સમાચારો પણ છે...