summer camp

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
summer camp

} લુણા ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકોને વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીઝ શીખવાડાઈ.

BCCએ 110 બાળકોને

કરાવી ક્રિએટિવ એક્ટિવિટી

સિટી રિપોર્ટર }હાલ શહેરમાં વિવિધ સંસ્થાઓ, સ્કૂલ્સ દ્વારા સમર કેમ્પ યોજાઈ રહ્યાં છે. જેમાં વિવિધ સ્ટુડન્ટ્સ લાભ મેળવી રહ્યાં છે. પરંતું ગ્રામ્ય વિસ્તારોના સ્ટુડન્ટ્સ માટે સમર કેમ્પ યોજાતા નથી. તેઓ તો દેશી રમતો રમીને વેકેશન પસાર કરતા હોય છે.

હેતુથી શહેરના બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા છેલ્લાં કેટલાક વર્ષોથી પાદરામાં આવેલ લુણા ગામની પ્રાથમિક સ્કૂલમાં આયોજિત કરવામાં આવે છે. જેમાં બરોડા સિટીઝન્સ કાઉન્સિલના કાર્યકર્તાઓ દ્વારા સ્ટુડન્ટ્સને વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે.

કેમ્પમાં સ્કૂલના 110થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં તેમને ડાયરી મેકિંગ, પ્લે એજ્યુકેશન કાર્ડ, પેન સ્ટેન્ડ મેકિંગ, લેમ્પ મેકિંગ, પોસ્ટર મેકિંગ જેવી એક્ટિવિટીઝ કરાવાઈ હતી. એક્ટિવિટીઝ બાદમાં તેમને કામમાં આવી શકે, તેઓ આર્ટના માધ્યમથી રોજગારી મેળવી શકે તે હેતુથી તેમને પ્રકારની તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...