તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા |વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા શક્તિધામ રણું ગામ ખાતે

વડોદરા |વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા શક્તિધામ રણું ગામ ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા શક્તિધામ રણું ગામ ખાતે ગુરુવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કન્યા શાળાના નવા મકાનનું લોકાર્પણ કરાયું હતું. શિક્ષણમંત્રીએ શાળાના નવા મકાનના નિર્માણમાં યોગદાન અાપનારા દાતાઓનું સન્માન કર્યું હતું. રણું ગામ ખાતે સર્વ સાક્ષરતા મિશન હેઠળ‌ કન્યા શાળાનું નવું મકાન બનાવાયું છે. અદ્યતન સુવિધા અને સ્માર્ટ ક્લાસની સુવિધાથી સજ્જ કન્યા શાળાનો લોકાર્પણ કાર્યક્રમ શુક્રવારે યોજાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કન્યા શાળાનું લોકાર્પણ કરતાં વાલીઓને ખાનગી શાળાઓના મોહમાં નહીં ફસાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરસ્વતી મંદિર જેવી સરકારી પ્રાથમિક શાળાઓ માટે મેરિટમાં ઊંચો ક્રમાંક ધરાવતા શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરે છે. શાળાઓમાં ખાનગી શાળાઅોની સ્પર્ધા કરે એવી સુવિધાઓ સરકાર આપે છે એટલે સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓ સંતાનોને પ્રવેશ અપાવે અને શિક્ષણ ખર્ચમાં રાહત મેળવે તે જરૂરી છે.

શિક્ષણમંત્રીએ શોષણ-છેતરપિંડી અટકાવવા 100 ટકા સામાજિક સાક્ષરતા જરૂરી છે એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવું સહુથી કપરી જવાબદારી છે. તેમણે શિક્ષકોને બાળકોની સબળાઇ-નબળાઇ પારખીને શિક્ષણમાં સુધારા-વધારા કરવા સહિત સતત કાળજી લેવાની ભલામણ કરી હતી.

રણુ ગામમાં કન્યા શાળાના નવા મકાનનું લોકાર્પણ કરાયું

અન્ય સમાચારો પણ છે...