• Gujarati News
  • પાદરામાં પેટ્રોલ ભરાવા આવેલા શખ્સનો ઓપરેટર પર હુમલો

પાદરામાં પેટ્રોલ ભરાવા આવેલા શખ્સનો ઓપરેટર પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનાંએસટી ડેપોની બાજુમાં આવેલ એચપી પેટ્રોલની એજન્સી ધરાવતાં પંપ ઉપર લાઇન તોડી આગળ જઇ પેટ્રોલ ભરવાની માંગણી કરાતાં ઓપરેટરે લાનઇમાં આવનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ઓપરેટરને મારમારી પેટ્રોલ છાંટવાનો પ્રયત્ન કર્યો હતો. અને ઓફિસના કાચના ભુક્કા બોલાવ્યા હતાં. પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

ગોવિંદપુરા ખાતે નવા એસટી ડેપોની બાજુમાં વર્ષો જૂનો અંબાલલા જનમદાસ શાહનો પેટ્રોલપંપ આવેલ છે. પેટ્રોલપંપ પર સમોવારની સાંજે 7:30 કલાકે પેટ્રોલ ભરાવા માટે સ્કૂટરોની લાંબી લાઇન હતો. જેમાં ગોવિંદપુર વિસ્તારના મોરા આમેલટ વાળનો છોકરો અયુબ બાઇક લાઇને પેટ્રોલ ભરવા આવ્યો હતો. જેમા઼ લાઇન લાંબી હોવાની છતાં તે લાઇન તોડી બધાની આગળ આવી મારી ગાડીમાં પેટ્રોલ ભરી દે. તેવું ઓપરેટર નીમેષ શનાભાઇ પરમાર ઉવ.30 રહે. આથમનું ફળિયું પાદરાને જણાવ્યું હતું. જેથી ઓપરેટર નીમેષ તેની લાઇનમાં આવા જણાવ્યું હતું. જેથી અયુબે અપશબ્દનો મારો ચલાવી ગુસ્સે ભરાઇ કીધુ કે તુ મારી ગાડીમાં પેટ્રોલ ભરે છે કેમ તુ મને ઓળખતો નથી. તેવુ કહી ગાળો બોલી પેટ્રોલ ભરવા માટે ઓઇનો માળખુ તોડી નાખ્યુ અને હાથની ઝાપટ ઓપરેટર નીમેષને મારી દીધી હતી. તેમજ પેટ્રોલની નોઝલ ખેચી ચાલુ કરી પેટ્રોલ છાંટવાનો પ્રયત્ન કર્યો હોવાનો પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી નિમષે ડરીને ભાગી કેશિયરની ઓફિસમા઼ ભરાઇ જતાં અયુબે તેના બીજા મિત્રોને બોલાવી પેટ્રોલપંર આંતક મચાવી દિધો હતો અને કેસીયરની ઓફિસની કાચના ભુક્કા બોલાવી દીધા અને બાકીનાં લોકોને ધમકાવી નજીક આવવા જણાવ્યું તથા જતા જતા઼ અયુબ તથા તેના સાથીદારોએ જણાવ્યું કે સવારે ફરી આવીશું. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.

ઉશ્કેરાયેલા શખ્સ્ો દ્વારા કચેરીમાં તોડફોડ કરવામાં આવીહતી. /ગોપાલ ચાવડા