• Gujarati News
  • પાદરાના 3 પોસ્ટ એજન્ટ સામે તપાસ

પાદરાના 3 પોસ્ટ એજન્ટ સામે તપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાપશ્ચિમ વિભાગના સિનિયર સુપરિ. ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા વડોદરા પાસેના પાદરા નગરમાં બચત ખાતા યોજના હેઠળ કામ કરતા 3 એજન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ મળતાં તપાસ શરૂ કરી છે.

પોસ્ટ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ પાદરા ખાતે બચત ખાતા યોજના અન્વયે કામ કરતા એજન્ટ ઠાકોર પી.ચૌહાણ, ભારતીબહેન પી.ચૌહાણ અને શ્રીમતી એસ.ડી.ધોબીની કામગીરી અંગે ગ્રાહકો તરફથી ફરિયાદ મળી હતી. ગ્રાહકોની ફરિયાદના આધારે સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, વડોદરા પશ્ચિમ વિભાગ દ્વારા ત્રણે એજન્ટ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરાવાઇ છે. દરમિયાન પોસ્ટ વિભાગે પાદરા પોસ્ટ ઓફિસનાં તમામ ગ્રાહકોને ઉક્ત 3 એજન્ટ્સ મારફતે કોઇપણ પ્રકારનું રોકાણ કર્યું હોય તો તેની ચકાસણી 7 દિવસમાં પાદરા પોસ્ટ ઓફિસમાં અસલ પાસબુક અથવા પ્રમાણપત્ર રજૂ કરીને કરાવી લેવા અનુરોધ કર્યો છે. 7 દિવસની મુદતમાં ગ્રાહકો તરફથી ચકાસણી કરાવવામાં નહીં આવે તો તેની જવાબદારી જે તે ગ્રાહકની રહેશે તેમ જણાવાયું છે.