તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્વેલર્સ લૂંટમાં માસ્ક વગરના લૂંટારૂની શોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાપાદરા રોડની ચરોતર સોસાયટીમાં જ્વેલર્સ દંપતીને રિવોલ્વરની અણીએ ધમકી આપી રૂા. 4.56 લાખની લૂંટના પ્રકરણમાં લૂંટારુઓ જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે. હજુ સુધી કોઇ ચોક્કસ કડી નહિ મળતાં પોલીસે રસ્તા પરના સીસીટીવીના ફૂટેજ મેળવી માસ્ક વગરના એક લૂંટારુની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાંદલજામાં બિલ્ડર પર ફાયરિંગની ઘટનામાં હજુ શૂટરોની કોઇ કડી મળી નથી. ઉપરાંત ચોરીના પણ કેટલાક ગુના અનડિટેકટ છે. તાજેતરમાં પોલીસ કમિશનરે માંજલપુરના ડીસ્ટાફનું વિસર્જન કરી નાખ્યું હતું ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ સામે પણ કાર્યવાહીની તલવાર તોળાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...