કંપનીમાં કલર કામ વેળા પટકાયેલા કામદારનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાતાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કલર કામ કરતાં રસો કપાઇ જતા નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થતાં ડભાસા પાસે આવેલ ક્રોસરોડ હોસ્પિટલમાં લઇ જતાં મોત થયું હતું. દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટીઝ કંપનીમાં કલર કામ કરતાં રમણ સીંધા રહે ખંભાતનાઓ કલર કામ કરતા રસો કપાઇ જતા જમીન પર નીચે ધડાકાભેર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જે ગંભીર હાલતમાં ડભાસા નજીક આવેલ ક્રોસરોડ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...