કયાં ગામોની પાણી વિતરણ યોજના મંજૂર
કયાં ગામોની પાણી વિતરણ યોજના મંજૂર
{પંચાયતોએ યોજના માટે 10% લોકફાળો ભરવો પડશે
તાલુકો ગામ રકમ
સાવલી સમલાયા~1.66 કરોડ
સાવલીરાણીપુરા(સ)~24.08 લાખ
સાવલીધનોરા~12.58 લાખ
ડેસરઉદલપુર~18.70 લાખ
ડેસરવાસિયા~8.43 લાખ
પાદરાઆંતી~43.06 લાખ
પાદરામેઢાદ~3.70 લાખ
પાદરાવીરપુર~7.64 લાખ
કરજણઅરજણપુરા~5.41 લાખ
કરજણકિયા~4.80 લાખ
વાઘોડિયાબાકરોલ~9.28 લાખ
વાઘોડિયાશ્રીપોરટીંબી ~6.85 લાખ
વાઘોડિયાનાનીમાણેકપુર ~4.34 લાખ
વાઘોડિયામોટીમાણેકપુર ~4.08 લાખ
વડોદરામસ્તુપુર(ગામડી)~3.61 લાખ
વડોદરાઉંટડિયા(મેઘાડ)~13.80 લાખ
વડોદરામેઘાકૂઇ~2.58 લાખ
શિનોરભેખડા~8.15 લાખ
શિનોરગરાડી~10.08 લાખ
ડભોઇબહેરામપુરા~8.83 લાખ
ડભોઇમોટાહબીપુર ~2.32 લાખ
રાષ્ટ્રીયગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વડોદરા જિલ્લામાં ગ્રામ પાણી સમિતિએ તૈયાર કરેલી 21 ગ્રામ પંચાયતોની ~2.20 કરોડની પાણી વિતરણ યોજનાને મંજૂરી અપાઇ હતી.
અધિક નિવાસી કલેકટર બી.પી.સુદાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા જળ સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ-કાર્યપાલક ઇજનેર એચ.કે.રાઠોડે ગ્રામ પાણી સમિતિઓએ તૈયાર કરેલી 8 તાલુકાનાં 21 ગામોની પાણી વિતરણ યોજનાઓ રજૂ કરી હતી. જેને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડવા ગ્રામજનોની માગણી આધારિત ગામની આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થા સુદૃઢ કરવા માટે પાણી સમિતિઓએ તૈયાર કરેલી યોજના મુજબ 21 ગામોમાં પંપિંગ મશીનરી, વીજળીકરણ, પાઇપલાઇન, ઊંચી ટાંકીઓ, ભૂગર્ભ ટાંકી, પંપરૂમ, કૂવાના રિપેરિંગ સહિતની કામગીરી માટે રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમના સિદ્ધાંતો મુજબ રૂા.2.20 કરોડનાં કામોને મંજૂરી અપાઇ છે. પૈકી રૂા.1.98 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 10 ટકા લેખે રૂા.21.95 લાખ ગ્રામજનોનો ફાળો રહેશે.
કાર્યપાલક ઇજનેર એચ.કે.રાઠોડે સૌ ગ્રામજનોના આરોગ્ય અને સુખાકારીને સ્પર્શતી યોજનાઓ વહેલી તકે અમલમાં આવે તે હેતુથી લોકફાળાની રકમ સવેળા જમા કરાવીને પીવાનું પાણી પૂરું પાડતી અતિ મહત્ત્વની યોજનામાં સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી હતી.
21 પંચાયતોની પાણી વિતરણ યોજના મંજૂર
~2.20 કરોડના ખર્ચે 8 તાલુકાના ગામોની જનતાને સુિવધાનો લાભ આપવા િનર્ણય