- Gujarati News
- પાદરા નાગરિક બેંકમાં બે ફોર્મ પરત ખેંચાતાં તમામ સભ્યો બિનહરીફ
પાદરા નાગરિક બેંકમાં બે ફોર્મ પરત ખેંચાતાં તમામ સભ્યો બિનહરીફ
પાદરાનગર નાગરીક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂટાયેલાં જાહેર થયા હતા. જેમાં ભાજપના પાદરાના ધારાસભ્ય દીનુમામા પ્રેરીત કાળીદાસ ગાંધીની પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.
પાદરા નગર નાગરીક સરકારી બેંકની ખાલી પડનારી 12 ડીરેક્ટરોની ચૂંટણી તા.7/6/2015ના રોજ યોજાનારી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન 31 ઉમેદવારો ચૂંટણી ઉમેદવારી ફોર્મ લઈ ગયા હતા. જેમાં 19 ઉમેદવારો ચૂંટણી ઉમેદવારી પત્રો ભર્યા હતા. ચકાસણી દરમ્યાન 14 ઉમેદવારી પત્રો મંજુર થયા હતા. પાંચ ઉમેદવારી પત્રો નામંજુર થયા હતા.
આમ 12 બેઠકો માટે 14 ઉમેદવારી પત્રો રહ્યા હતા. જેમાં ચૂંટણી ઉમેદવારી પત્રો પરત ખેંચાતા 12 ઉમેદવારી પત્રો રહેતા. તમામ 12 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલાં જાહેર કરવામાં આવ્યા હતા. ચાલુ બેંકના બે ડિરેક્ટરોમાં કિરીટભાઈ પટેલ અને મહેન્દ્રભાઈએ બેંકની પ્રગતિ અને વિકાસ અર્થે સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. જેમાં નવા બે ડીરેક્ટરો લેવામાં આવેલ હતા.
જેમાં પરેશભાઈ ગાંધી માજી પ્રમુખ નગર પાલિકા, અશોકભાઈ પટેલનો સમાવેશ થાય છે. બેંકની ચૂંટણીમાં તમામ બાર ડિરેક્ટરોને બિન હરીફ ચૂંટાયેલાં જાહેર કરવામાં આવ્યા હતા.
બિનહરીફ ઉમેદવારો
પાદરાનગરનાગરિક સહાકારી બેંકમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં કાળીદાસ ગાંધી, બાબુભાઈ ગાંધી, હરીશભાઈ ગાંધી, ચીમનભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, હેમંતભાઈ બ્રહ્મક્ષત્રિય, મહેશભાઈ ગાંધી, રણછોડભાઈ કાછીયા, ગૌરાંગભાઈ જોષી, અશોકભાઈ પટેલ, પરેશભાઈ ગાંધીનો સમાવેશ થાય છે.