ડબકા ભાઠાના 100, દાહોદ જિલ્લામાંથી 80નું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુણધાનું તળાવ ફાટતાં 30 લોકોનો સલામત સ્થળે ખસેડાયા

ઉપરવાસમાંપડી રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમની સપાટીએ રૂલ લેવલ ક્રોસ કરતાં બુધવારથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી.જેના પગલે પાદરા પાસેથી પસાર થતી મહિસાગર નદીનું જળસ્તર વધતાં ડબકા નજીકના તળિયાભાઠાનાં 100થી વધુ લોકોને ડબકા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યાં હતાં. જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કબુતરી અને હડફ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં 50થી વધુનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે મુણધાનું તળાવ ફાટતાં 30 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.

પાદરા તાલુકાના ડબકા નજીકની મહિસાગર બે કાંઠે આવતાં રહીશોને હોડી મારફતે ડબકા ખાતે સ્થળાંતર કરવામાં આવે છે. સ્થળાંતર કરાયેલાં 100થી વધુ રહીશોને ડબકાની પીટીસી કોલેજમાં રાખવામાં આવે છે. લીમખેડા તાલુકાના ચુંદડી ગામના 50 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફુલપરી ગામની 30 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...