બાળકોના અપહરણ કૌભાંડમાં પાદરાનો જાવેદ શેખ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરી-17ના પ્રથમ સપ્તાહમાં વડોદરાના રહીશ અર્જુનસિંગનો અગીયાર વરસનો પુત્ર પરમવીર આણંદ રેલવે સ્ટેશનેથી ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. જેના કારણે અર્જુનસિંગે આણંદ રેલવે પોલીસને જાણ કરી હતી. એલસીબી વિભાગના પો.ઈ. એસ.જે રાજપુત અને તેમની ટીમના સભ્યોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એલસીબી વિભાગે આણંદ રેલવે સ્ટેશનનાં કેટલાક સીસીટીવી ફુટેજ કેટલાક ભીખ માંગતા લોકો અને એક બાળક તેમની સાથે દેખાયું હતું.

એલસીબી ટીમને બાતમી મ‌ળી હતી કે ગુમ થયેલો બાળક અને બે મહિલા સહિતના ચાર જણા પાલેજ રેલવે સ્ટેશન ખાતેથી કોઈ ટ્રેનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રેલવે એલસીબીની ટીમે પાલેજ ખાતે છાપો મારી બચુભાઈ બાબરભાઈ ઠાકોર, સલીમ ઈકબાલ શેખ, સકીના સલીમ શેખ અને શમા જાવેદ શેખ ત્રણેય રહે.પાલેજની ધરપકડ કરી હતી અને તેમના મંગળવાર સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન પાદરાના જાવેદ શેખની ધરપકડ કરી હતી. જયારે બાળ આરોપીનો હજુ પતો લાગ્યો નથી.

બાળ આરોપીનો હજુ પતો લાગ્યો નથી : કુલ પાંચ ઝડપાયા

બાળકો પાસે ભીખ મંગાવવાના કારસ્તાનમાં તપાસ

અન્ય સમાચારો પણ છે...