રોડ ક્રોસ કરતા યુવકનું વાહનની ટક્કરે મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલ્ડ પાદરા રોડની મનીષા ચોકડી પાસે રવિવારે રાતે રોડ ક્રોસ કરતા યુવકને અજાણ્યા ટેમ્પો ચાલકે ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મૂળ પાદરાના લીલાગામ ખાતે રહેતા 35 વર્ષીય ટીનાભાઇ ઉદેસીંગ ચુનારા રવિવાર રાતે 8.30 વાગે ઓલ્ડ પાદરા રોડની મનીષા ચોકડી પરથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા ટેમ્પા ચાલકે ટક્કર મારતાં જ ટીનાભાઇ ગંભીર રીતે ઘવાતાં તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજતાં જે.પી.પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.