• Gujarati News
  • રાકેશના વડોદરાના લોકરમાંથી બે કિલો સોનુ, ૬૫ લાખ મળ્યા

રાકેશના વડોદરાના લોકરમાંથી બે કિલો સોનુ, ૬૫ લાખ મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમા ફિલ્મ સેન્સર સટિર્ફકિેટ આપવા માટે ૭૦ હજારની લાંચ લેતાં ઝડપાયેલા ફિલ્મ સેંસર બોર્ડના સીઇઓ રાકેશ કુમારનું વડોદરા કનેકશન બહાર આવ્યુ છે. વડોદરાની કાલુપુર કો.ઓપ.બેંકની ઓ.પી.રોડ શાખામાં રાકેશ કુમારના લોકરમાં રહેલું બે કિલો સોનુ અને ૬૫ લાખ રુપીયાની રોકડ રકમ મુંબઇ સીબીઆઇને મળી આવી છે. રાકેશ કુમારે ૨૦૧૧ થી ૨૦૧૩ના વર્ષ સુધી વડોદરા ડીઆરએમ કચેરીમાં સિની.રેલવે પર્સનલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી અને ત્યાર બાદ ડેપ્યુટેશન પર સેંસર બોર્ડમાં ફરજ બજાવવા ગયા હોવાની વિગતો બહાર આવી છે.
રાકેશ કુમારની પુછપરછમાંથી મળેલી વિગતોના આધારે મુંબઇ સીબીઆઇએ ગુરુવારે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી કાલપુર કો.ઓપ બેંકની શાખામાં તપાસ કરી હતી. કાલુપુર બેંકમાં આવેલા રાકેશ કુમારના લોકરમાંથી સીબીઆઇને બે કિલો સોનુ અને ૬૫ લાખ રુપિયા ની રોકડ ... અનુસંધાન પાના નં.૧૦

રકમ મળી આવી હતી. મુંબઇ સીબીઆઇએ બે કિલો સોનું અને ૬૫ હજારની રોકડ રકમ જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી છે. રાકેશ કુમારે બેથી અઢી વર્ષની વડોદરામાં બજાવેલી ફરજમાં અન્ય કઇ મિલકતો વસાવેલી છે અને કયાં રોકાણ કર્યું છે તે દિશામાં પણ સીબીઆઇએ તપાસ શરુ કરી હોવાનÊં જાણવા મળે છે.