તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાની બંગડી લઈ રિક્શાચાલક ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદિવાળીપુરા વિસ્તારમાં રિકશામાં બેસીને ઘેર પરત ફરી રહેલી મહિલાની બંગડીની ચોરી થઇ હતી. મહિલાને બંગડીની ચોરીની જાણ થતાં તેણે બુમાબુમ કરી પણ રિકશા ચાલક ફરાર થઇ ગયો હતો.

સેવાસદનના વોર્ડ નંબર 11માં ફરજ બજાવતા અને પાદરાના ભોજ ગામ ખાતે રહેતા શાંતાબેન માળી સોમવારે સાંજે વોર્ડ નંબર 11ની ઓફિસથી પોતાના ઘર તરફ પરત જવા માટે રિકશામાં બેઠા હતા. દિવાળીપુરા ચાર રસ્તા આવીને તેઓ રિકશામાંથી ઉતર્યા બાદ તેમને જાણ થઇ હતી કે તેમણે જમણા હાથમાં પહેરેલી સોનાની એક તોલાની બંગડી (કિંમત 15,000)ની ચોરી થઇ હતી. શાંતાબેને તુરત બુમાબમ કરી હતી પણ રિકશા ચાલક રિકશા લઇને ફરાર થઇ ગયો હતો. મહિલાની બુમાબુમ સાંભળીને ચાર રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો તુરત દોડી આવ્યા હતા. મહિલાએ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...