તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સયાજી હોસ્પિટલમાં આધેડના મૃતદેહને કફન નસીબ થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆરાધના સિનેમાના બપોરના શોમાં ફિલ્મ જોવા ગયેલા પ્રૌઢનું ચાલુ ફિલ્મમાં હાર્ટએટેકથી મોત થયંુ હતું. જેમના મૃતદેહને તાત્કાલિક સારવાર વિભાગમાંથી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બપોરે કફન ઓઢાઢ્યા વગર ખુલ્લો લઇ જવાતા મૃતદેહનો મલાજો પણ જળવાયો નહતો. બાળકોના વોર્ડ પાસેથી જતા મૃતદેહને જોઇ બાળકો અને મહિલાઓની સ્થિતિ કફોડી બની હતી.

પાદરાના પિપરી ગામે રહેતા અને ઓએનજીસીમાં નોકરી કરતા પ્રવિણભાઇ ભગવાનદાસ પરમાર (ઉ.વ. 52) મંગળવારે બપોરે આરાધના સિનેમાં ખાતે બપોરે 12થી 3ના શોમાં ફિલ્મ જોતા હતા. જયાં ખેંચ આવતા તેમને સયાજી હોસ્પિટલમાં લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પ્રવિણભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે મૃતદેહને ખુલ્લો લઇ જવામાં આવતા અરેરાટી વ્યાપી હતી.

SSGનાં તાત્કાલિક સારવાર વિભાગથી કોલ્ડરૂમ સુધી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાતો ખુલ્લો મૃતદેહ.

હવેથી ચોકસાઇ રાખીશું

હોિસ્પટલમાંથી મદદ મળી

^ મારા પિતામૃત્યુ પામતા અમે ક્યાંથી તુરંત તેમને ઓઢાઢવા કપડુ લાવીએω? હોસ્પિટલ દ્વારા એટલી મદદ તો કરવી જોઇએ. > સંગીતાપરમાર ,મૃતકની પુત્રી

^સરકાર દ્વારા કફન માટે કોઇ ગ્રાન્ટ અપાતીનથી. બે વર્ષ અગાઉ એક કાપડ મીલના માલીકે 5000 કફન આપ્યા હતા. હવે તેની સ્થિતિ શું છે તે જોવી પડશે.હું સુપ્રિટેન્ડન્ટ જોડે વાત કરી વિષયનું નિરાકરણ લાવીશ. >ડો. બી.આર.પટેલ,આરએમઓ,સયાજીહોસ્પિટલ

ખુલ્લો મૃતદેહ જોઇને મહિલાઓ- બાળકોમાં અરેરાટી

આરાધના ટોકિઝમાં ફિલ્મ જોતાં પ્રૌઢનું હાર્ટએટેકથી મોત

અન્ય સમાચારો પણ છે...