તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલીને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂ વગે થવાના બનાવનાે ઉગ્ર પડઘો

તાલુકા પોલીસ મથકના 52 પોલીસકર્મીની બદલી

તાલુકાપોલીસ મથકમાંથી નાશ કરવા માટેનો દારૂ વગે થવાના બનાવને પગલે આજે જીલ્લા પોલીસ બેડામાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. જીલ્લા પોલીસ વડાએ આજે સાગમટે 52 પોલીસ કર્મચારીની બદલી કરવામાંઆવી છે. જે પૈકી તાલુકા પોલીસ મથકના મહીલા પોલીસ કર્મી સહીત 11 પોલીસ જવાનોની બદલી કરવાનો હુકમ કરવામાંઆવ્યો છે. બદલીને પગલે પોલીસ બેડામાં હડકંપ મચી હતી.

વડોદરા જીલ્લાના 4 પોલીસ મથકનો દારૂ કોર્ટની મજૂરી બાદ નાશ કરવાની પ્રક્રીયામાં તાલુકા પોલીસ મથકમાં બે પોસઇ ની ગેરહાજરીમાં એએસઆઇ વિઠ્ઠલ ચૌહાણે દારૂ -બિયરનો જથ્થો વાહનોમાં ભરાવ્યો હતો. મંગળવારે નાશ કરવા મૂકેલા દારૂ -બિયરના જથ્થા પૈકી કેટલીક બોટલો વગે થઇ હતી. તાલુકા પોલીસ મથકમાં જઇ ગુજકોપની ડેટાએન્ટ્રીનુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા પોલીસ પુત્ર મોહસીન શેખ અને નિમેશ રાઠોડ દારૂની 3 બોટલ અને બીયરની 64 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. પુછતાછમાં જથ્થો તાલુકા પોલીસ મથકમાંથી નજર ચુકવી લાવ્યા હોલાની કબુલાત કરી હતી.

{ વિઠ્ઠલભાઇ શાંતીલાલ, ચાણોદ

{ મીરાબેન રણછોડભાઇ, પાદરા

{ ડાહ્યાભાઇ ખોડાભાઇ , વાઘોડીયા

{ રમેશભાઇ ટેટીયાભાઇ, શિનોર

{ ભાસ્કરભાઇ દગાજીરાવ, કરજણ

{ ભગુભાઇ જલુભાઇ, વાઘોડીયા

{ ચંદુ ભાઇ પરસોત્તમ ભાઇ, હેડક્વાટર

{ કેશુભાઇ મનુભાઇ, હેડક્વાટર

{ અલ્પેશ ભાઇ જીવણભાઇ, ડેસર

{ પરસોત્તમ માનાભાઇ, કરજણ

{ ધર્મેન્દ્ર સિંહ સજ્જ્નસિંહ, એમ.ટી.શાખા

અન્ય સમાચારો પણ છે...