તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Padra
 • લોર્સન કેરી કંપનીના સસ્પેન્ડ કર્મીનો સ્ટોર કીપર પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોર્સન કેરી કંપનીના સસ્પેન્ડ કર્મીનો સ્ટોર કીપર પર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાતાલુકાના કરખડી કેનાલ રોડ પર લોંસન કેરી કંપનીના સ્ટાફ બસમાં જતો હતો તે દરમિયાન બસની આગળ મોટરસાયકલ ઉભી કરી દઇ ગેરકાયદેસર અવરોધ ઉભો કરી બસમાં 10 જેટલાં ઇસમો લાકડી, દંડાઓ સાથે ચડી જઇ સ્ટાેર ઇન્ચાર્જને ગાળો આપી માથામાં અને શરીરીે ગંભીર ઇજા કરી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ વડુ પોલીસ મથકે નોંધાઇ છે. સ્ટોર ઇન્ચાર્જને ગંભીર હાલતમાં ડભાસાની ક્રોષ રોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે. વડુ પોલીસે 43,147,148,149,307,341,323,504,506(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી ગયેલા 15 જેટલાં ઇસમોને વડુ પોલીસે પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પાદરા પંથકમાં આવો કંપનીના સ્ટાફની બસ રોકી જીવલેણ હુમલો કરવાના બનાવના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મળતિ વિગત મુજબ, પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં લોર્સન કેરી કંપની આવેલી છે. જેમાં કલર બનાવવામાં આવે છે. જેમાં 300 જેટલાં માણસો કામ કરી રહયાં છે. જેમાં દુધવાડથી કરખડી થઇ વડોદરા તરફ કેટલાક સ્ટાફના કર્મચારીઓ કંપનીની બસમાં અપડાઉન કરે છે.

જેમાં સ્ટાેર ઇંન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મહેશભાઇ શ્રીવાસ્તવ છેલ્લાં ત્રણ વરસથી વધુ સમયથી ફરજ બજાવે છે. તેઓનાં હાથ નીચે 10 જેટલાં માણસો કામ કરી રહયાં છે.જેમાં દિનેશભાઇ ગાવિંદભાઇ રબારી રહે.કારેલી તા.જંબુસરનાઓએ લોર્સન કેરીમાં નોકરી કરતા હતા. દીનેશ રબારીએ શિસ્તભંગ કરતાં કંપનીએ લેબર લો કોર્ટમાં તેના વિરૂધ્ધમાં કાર્યવાહી કરી નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો હતો.

જે અંગેની અદાવત રાખી ગઇ કાલે સવારે સ્ટાફના માણસાે જે બસમાં આવેલ હતા તેઓ સાંજના 4:30 કલાકે છુટતા પરત કરખડી-દુધવાડા થઇ વડોદરા તરફ જઇ રહયા હતા. જે બસમાં આશરે 25 થી 30 જેટલાં સ્ટાફનાં માણસો વડોદરા તરફ જઇ રહયાં હતાં. બસમાં બેઠેલ સુરેશ મહેશ શ્રીવાસ્તવ સ્ટોર ઇન્ચાર્જને ટારગેટ બનાવી દીનેશ રબારી જાનથી મારી નાખવાની ધમકી સાથે 15 જેટલાં ઇસમો સાથે કાવતરૂં રચી એક સંપ થઇ કંપનીનાં સુરેશ શ્રીવાસ્તવને તથા બેઠેલા અન્ય સ્ટાફ સાથે બસમાં જતા હતા.ત્યારે બસ આગળ ગેરકાયદેસર અવરોધ ઉભો કરી બસ ઉભી રખાવી બસમાં 10 જેટલા ઇસમો લાકડી સાથે ચડી જઇ સ્ટોર ઇન્ચાર્જ સુરેશ શ્રીવાસ્તવને ગાળો આપી મારી નાખવા માથામાં તથા શરીરે લાકડી તથા ડંડાઓ વડે તેમજ ગદડા પાટુનો માર મારી તથા બીજા પાંચ જેટલા ઇસમો બસની બહારથી બારીમાંથી સુરેશ ભાઇને લાકડી દંડા વડે મારી હુમલાે કરી ખુન કરવાની કોશીષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરી હોવાનું ફરીયાદ પરથી વડુ પોલીસે 15 જેટલાં ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વડુ પોલીસે 15 જેટલાં ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

10 શખ્સો બસમાં ચડી જઇ સ્ટાેર ઇન્ચાર્જ પર જીવલેણ હુમલો કર્યો હતો

સસ્પેન્ડ કરાયાંની અદાવત રાખી 15 જેટલાં ઇસમો સાથે ધસી જઇ કાવતરૂં ઘડયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો