તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગુરુપૂજનના વિવિધ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ગાયત્રી પ્રજ્ઞાપીઠ, સંજયપાર્ક પાસે, કારેલીબાગ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે સાંજે 5.00 કલાકે ગાયત્રી મંત્રના અખંડ જાપ, સાંજે 6.00 કલાકે ગુરુપૂજન, સમાધિપૂજન, દીપયજ્ઞ અને આરતી થશે.

{જુમ્માદાદા વ્યાયામ મંદિર, દાંડિયાબજાર ખાતે ગુરુપુર્ણિમા નિમિત્તે સાંજે 7.00 કલાકે ગુરુપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

{લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર, બાજવાડા ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંજે 7.00 કલાકે પ્રાર્થના, હનુમાન ચાલીસા પાઠ તેમજ વડીલોનું ઉદબોધન કાર્યક્રમ યોજાશે.

{વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબીલીબાગ પાસે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 9.00 થી 12.00 કલાકે સ્વામી વેંકટેશાચાર્યનું ચરણ પૂજન અને દર્શન યોજાશે.

{માનવ ધર્મ આશ્રમ,માંજલપુર ખાતે પૂ.સતપાલજી મહારાજનું સવારે 9.30 કલાકે પાદૂકા પૂજન અને બપોરે 12.00 કલાકે મહાઆરતી યોજાશે.

{ચિન્મય મિશન આશ્રમ,માંજલપુર ખાતે સાંજે 6.30 કલાકે ગુરુસ્ત્રોતનું પઠન, પાદૂકા પૂજન, ગુરુપૂજન નામ જાપ, ગુરવાક્ય મહિમા વિશે સ્વામી આચાર્ય દેવેશાનંદજીનું સંબોધન, ભજન,ધ્યાન અને આરતી થશે.

{શુક્લ યજુર્વેદિય માધ્યંદિન મહારાષ્ટ્રીય બ્રાહ્મણ મંડળ તરફથી ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સાંજે 6.00 કલાકે લઘુરુદ્ર યજ્ઞ યોજાશે.

{પૂ.રામરત્નાચાર્યજી મહારાજનું પાદૂકા પૂજન, ગુરુગાદીના અધિષ્ઠાતા પૂ.નટુભાઇ આચાર્યની નિશ્રામાં સવારે 8.00 કલાકે પાદૂકા પૂજન, સાંજે 7.00 કલાકે મહાપૂજા, 7-એ, દિવ્ય જ્યોત સોસાયટી, મકરપુરા રોડ.

{ગરીબદાસજી બાપુની સમાધિ, તિથોર, તા.પાદરા ખાતે સવારે 9.00 કલાકે મહાપૂજન,આરતી,પ્રસાદ સાંજે 7.00 કલાકે મહંત રવિનાથ બાપુના નિવાસસ્થાન 84,દાજીનગર સોસા.,માણેજામાં સંતવાણીનો કાર્યક્રમ.

{રંગ અવધૂત પરિવાર દ્વારા રંગ મંદિર, ભૂતડીઝાંપા ખાતે સવારે 5.30 કલાકે મંગલ આરતી, 6.30 કલાકે પ્રભાતફેરી, 9.00 કલાકે અભિષેક, બપોરે 3.00 થી 6.00 કલાકે પાદૂકા પૂજન,પ્રવચન અને આરતી થશે.

{રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ,અલકાપુરી ખાતે સવારે 5.30 થી 12.30 કલાકે મંગલ આરતી, ભજન, ધ્યાન, ગુરુમહિમા વિશે પ્રવચન, સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી અને ભજન-કીર્તન યોજાશે.

{વિશ્વ માનવ રુહાનિ કેન્દ્ર શાખા, 21/રામબાગ સોસાયટી,મકરપુરામાં ગુરુપૂર્ણિમિ મહોત્સવ નિમિત્તે સવારે 8.30 થી 1.00 કલાક દરમિયાન ધ્યાન,ભજન-સત્સંગ અને નામદાન તથા લંગર યોજાશે.

{અરવિંદ સોસાયટી, દાંડિયાબજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી નિમિત્તે અરવિંદ આશ્રમના ધ્યાનખંડમાં સવારે 10.00 થી 10.30 કલાક દરમિયાન સમૂહ ધ્યાન યોજાશે.

{બગલામુખી મંદિર, હરણી-વારસિયા રિંગ રોડ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવેાંજે 7.00 કલાકે બ્રહ્મલીન સદગુરુ પૂ.કેશવજી સાહિબનું પાદૂકા પૂજન, મહાઅભિષેક ,ત્યારબાદ પૂ.પ્રશાંતજી સાહિબનું ગુરુપજૂન થશે.{સાંઇસેવા ટ્રસ્ટ, સંગમધામ, ભીલાપુરા,અદલાપુરા,ડભોઇમાં આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવે સવારે 9.00 કલાકથી આખા દિવસ દરમિયાન ગુરુજીનું પાદૂકા પૂજન, ગુરુપૂજન, પૂ.બાપીદાસ ગુરુ મહારાજનું સત્સંગ, મહાપ્રસાદ અને ડાયરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો