તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન રિપોર્ટર.વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.વડોદરા

વડોદરાજિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને તોડવાની મંજૂરી ચૂંટણી વિભાગમાં અટવાઇ હતી. દરમિયાન શનિવારે જર્જરિત ઓરડાની છતનો ભાગ તૂટવાની ઘટના સર્જાયા બાદ તંત્ર સફાળું જાગતાં સોમવારે મદદનીશ ચૂંટણી અધિકારીએ જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી આપી દીધી છે. જેના પગલે આગામી દિવસોમાં જર્જરિત ઓરડા તોડવાની કામગીરી હાથ ધરાશે.

ગામેઠા ગામની પ્રાથમિક શાળામાં ચૂંટણી માટેના બૂથ હોઇ ચૂંટણી વિભાગ દ્વારા શાળાના જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. દરમિયાન શનિવારે જર્જરિત ઓરડામાં તેમજ બાલ્કનીની છતમાં મોટાં ગાબડાં પડવા સાથે કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એમ.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી વિભાગ તરફથી જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી મળી જતાં આગામી એક-બે દિવસમાં ઓરડા તોડવાની કામગીરી શરૂ કરાશે. ઓરડા તોડવાની અને નવા બનાવવાની કામગીરી દરમિયાન બાળકોને અન્ય સ્થળે બેસાડી અભ્યાસની કાર્યવાહી સાથે કામગીરી વેળા બાળકોની સલામતી ધ્યાને રાખવા આચાર્યને જણાવાયું છે.

શનિવારે છતનો ભાગ તૂટવાની ઘટના બનતાં તંત્ર જાગ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો