Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દલિતોના ‘ગુજરાત બંધ’ને જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ : કલેક્ટરને આવેદન
છોટાઉદેપુરજિલ્લા દલીત સમાજ દ્વારા ઉના તાલુકાના મોટા સમઢીયા મુકામે દલીત યુવાનોને ગૌરક્ષકો, ગુંડા તત્વો દ્વારા થયેલ અમાનુખીય અત્યાચાર વિરોધમાં એક રેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી બપોરના 12 કલાકે કાઢી હતી અને વિવિધ સુત્રોચ્ચાર કરી રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને એક આવેદનપત્ર આપ્યું હતું.
આપેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ઉના તાલુકાના મોટા સમઢીવાળા ગામે દલિત સમાજના ચમારભાઈઓ દ્વારા મરેલ ઢોરની ખાલ ઉતારવાના પ્રસંગે ત્યાના સ્થાનિક કહેવાતા ગૌરક્ષકો ગુંડા તત્વોએ સરેઆમ બેરહેમી પૂર્વક ભરબજારમાં પોલીસ સ્ટેશન સામે લાકડીઓ, પાઈપો, હોકીથી માર મારી ફોરવ્હીલ ગાડીની પાછળ મુસ્કેટાટ બાંધીને જાહોરમાં ફેરવી દલિત ભાઈઓને બે રહેમી પૂર્વક ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અત્યાચાર કરી હેવાનીયત ભર્યું કૃત્ય આચરેલ છે. જે અંગે અમો છોટાઉદેપુર જિલ્લાના દલિત સમાજ તરફથી આપને આવેદનપત્ર આપી સરકારને વિનંતી કરીએ છીએ. ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ કરી કસુરવાર વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
તેમજ ગૌરક્ષક સમિતિ ઉપર પ્રતિબંધ લાદવા વિનંતી છે. જેથી ભવિષ્યમાં આવા બનાવો બને નહી. જો અંગે કસુરવારો સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમજ ધર્મ પરિવર્તન કરી અમારો વ્યવસાય સદંતર બંધ કરી દઈશું.
પાદરા દલિત સમાજે રેલી કાઢીને બજાર બંધ કરાવવાની કોશિશ કરી