• Gujarati News
  • લુણાની કંપનીના 700 કામદારો હડતાલ પર ઉતર્યા

લુણાની કંપનીના 700 કામદારો હડતાલ પર ઉતર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનાલુણા ગામની સીમમાં આવેલ ખાનગી કંપનીના પાર્કિંગમાં કામદારોની મુકેલી 3 મોટરસાયકલ વારાફરતી ચોરાઈ હતી. તે મુદ્દે કામદારોએ પોતાની બાઈક સિકયુરિટી માટે કંપનીના ગેટમાં અથવા પાર્કિંગ ઝોનમાં સીસીટીવી અને સિકયુરીટી ગાર્ડની દેખરેખ નીચે વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ હતી. જેમાં કંપનીના સંચાલકોએ કોઈ સંમતિ નહિ આપતા કામદારો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે. લુણા ગામની સીમમાં આવેલ જવેલ કન્ઝયુમર કેરમાં બાઈકની ચોરીઓ થતાં કર્મચારીઓ ઉશ્કેરાયા હતા.











પાંચ દિવસ પહેલા કંપનીના પાર્કિંગ સ્ટેન્ડમાં મુકેલ 3 બાઈક ચોરાઈ હતી. બનાવ બનતા કામદારોના યુનિયન આગેવાનોએ કંપનીના સંચાલક અધિકારીઓને મળીને કામદારોની બાઈકોની સુરક્ષા માટે અંદર પાર્કિંગમાં મુકવાની માંગણી કરી હતી. જેથી કંપનીએ ના પાડી જેથી કામદારોએ પાર્કિંગમાં હાલ જયાં છે ત્યાં સિકયુરિટીગાર્ડ તથા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે માંગ પણ કંપનીએ ઠુકરાવી દીધી હતી. બનાવ અંગે કંપનીની સત્તાધિશોનો સંપર્ક કરવા જતાં તેઓ દ્વારા કોઈ માહીતી અપાઈ નહતી અને મોબાઈલ કે ફોન પર પણ જવાબ અપાયો હતો.

પાદરા