કોંગ્રેસના દાવેદારોની યાદી મોવડીને અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભા-2017ની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની કવાયતના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં બે દિવસ દાવેદારોને સાંભળવાની કવાયત કરાઇ હતી. હવે દાવેદારોની યાદી તા. 1લી એપ્રિલે પ્રદેશ મોવડી મંડળને સુપરત કરાશે.

વડોદરા શહેરની 5 બેઠકો માટે કુલ-27 દાવેદારો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 9 દાવેદારો શહેર-વાડી બેઠક પર નોંધાયા હતા. જ્યારે વડોદરા જિલ્લાની 5 બેઠકો માટે સૌથી વધુ 17 દાવેદારો પાદરા વિધાનસભા બેઠક પર નોંધાયા હતા. જ્યારે વાઘોડિયા બેઠક પર 15, કરજણ બેઠક પર 7, સાવલી બેઠક માટે 4 દાવેદારોએ તેમની દાવેદારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...