તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંપાડને સૌ પ્રથમ ડિજિટલ વિલેજ ટુ કનેક્ટિવિટીનો લાભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીજિટલવિલેજ ટુ કનેક્ટિવિટી અંતર્ગત રાજ્ય સરકારે 6 હજાર ગામોને જોડતા ડીજિટલ કનેક્ટિવિટીનો ગુજરાતના મુખ્ય મંત્રીના હસ્તે શુભારંભ કર્યો હતો. વડોદર જિલ્લામાં સૌ પ્રથમ સેવાનો લાભ અંપાડ ગામને મળ્યો હતો. કાર્યક્રમમાં જિ. પંચા.ના અધિકારીઓએ હાજરી આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા સરકારની તમામ યોજનાઓ જન જન સુધી પહોંચી રહે તે માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે અને શહેરી વિસ્તારની સમકક્ષ ગામડાઓ રહે તે માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધર્યો છે. જેમાં ડીજીટલ વિલેજ ટુ કનેક્ટિવિટી અંતર્ગત રાજ્યના 6 હજાર ગામોનેે જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડિજિટલ કનેક્ટિવિટીનો શુભારંભ કરાયો હતો. સાથે પંચાયત રાજ્ય મંત્રી તથા સચિવો પણ હાજર રહ્યા હતા. જે વિડીયો કોન્ફરન્સ દ્વારા અંપાડના લોકોએ જોયું હતું. જિ.માં સૌ પ્રથમ ડિજિટલ કનેક્ટિવિટીનું લોન્ચિંગ અંપાડમાં થયું હતું.

6 હજાર ગામોને જોડતી ડિજિટલ કનેક્ટિવિટીનો આરંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો