મુંબઇ એકસપ્રેસ વે જમીન સંપાદન સુનાવણીમાં વિરોધ
પાદરાતાલુકાના ગામોની જમીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદન થવાની છે. તેનુ વળતરની ચૂંકવણી નક્કી કરવા માટેની સુનાવણી પાદરા તાલુકા સેવાસદન કચેરીમાં રાખવામાં આવી હતી. જેમાં સરસવણી, આમળાના ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળતાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો.
પાદરા તાલુકા સેવાસદન ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી, પ્રાંત અધિકારી, નેશનલ હાઈવે. ઓથોરીટીના મુખ્ય અધિકારી સહિત સરસવણી અને આમળામાં રહેતા ખેડૂતોએ એક્સપ્રેસ વે માટે જમીન ગુમાવનાર ખેડૂતો હાજર રહ્યા હતા. અને પોતાની જમીનના કાયદેસરની માગણી કરી હતી. જે માટે અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆતો થવા પામી હતી. જેમાં પાદરાની 10 કિ.મી. ત્રિજીયાની ઉચામાં ઉચી જંત્રીના ઘણા અથવા જેતે ગામના હાલના બજાર ભાવ ચુકવવા, કૃષિ વિષયક વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવવું તેમજ તેનો ખર્ચ ચુકવવો વગરે રજૂઆતોનો સમાવેશ થાય છે.
વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે જે પસાર થાય છે. જેમાં અગાઉ સંખેડાખુર્દ ગામની સુનાવણી થવા પામી હતી. ત્યારબાદ આજરોજ સરવણી અને આમળાંમાં જતી જમીનના ખેડૂતોની સૂનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જમીન ગુમાવનાર ખેડૂતો હાજર રહ્યા હતા. જેઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સંપાદનની કાર્યવાહી ચાલે છે. તે તમામ પ્રોજેક્ટોમાં 1-1-15 બાદ વળતર નક્કી કરવાનું હોય તો રાઈટ ટુ ફેર કોમ્પીસન એન્ડ સેટેલમેન્ટ એક્ટ 2013 પ્રમાણે ગ્રામ પંચા.માં આવેલ ગામોની સંપાદન થતી જમીનનું વળતર જંત્રી અને તેને રતી ગુણાંક આપી જમીન સાથે જોડાયેલ ઝાડ, બાંધકામ અને અન્ય મિલકતોની કિંમત નક્કી કરી તેના પર 100 ટકા આશ્વાસન રકમ આપવા વાત છે. બધામાં સ્પષ્ટ ચોખવટ ખેડૂતો સાથે થવી જોઈએ તેવી ઉગ્ર રજૂઆતો કરાઇ હતી.
પાદરા
પાદરા તાલુકા સેવાસદન કચેરીમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદિત થાય છે. તેનું વળતર નક્કી કરવા માટેની સુનાવણી સરસવણી અને ભાડાના જમીન ગુમાવનારાઓ, ખેડૂતો હાજર રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તસવીરમાં મુદ્દે થયેલી સુનાવણી નજરે પડે છે.
વિરોધ વંટોળ