તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચોકારીમાં સિટી સર્વેની માપણી થઇ છતાં ગ્રામજનોનું આંદોલન યથાવત

ચોકારીમાં સિટી સર્વેની માપણી થઇ છતાં ગ્રામજનોનું આંદોલન યથાવત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાચોકારી ગામમાં દબાણના મામલે ઉપવાસ આંદોલન કાર્યો બીજા દિવસે પણ ઉપવાસ ચાલુ રાખ્યા હતા. જેમાં ટીડીઓએ બારે નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો કે મામલો સીટી સર્વેેનો છે. તે અહી આંદોલન કરવુ અયોગ્ય છે. જેમાં વાતાવરણ ગરમાતા પાદરા મામલતદાર, પાદરા પોલીસ, સીટી સર્વે, વગેરે આંદોલનના સ્થળે આવી. તાત્કાલિક દબાણની માપણી કરી. ઝડપથી નિર્ણય આપવા સ્થળ ઉપર માપણી કરાઈ. છતાં પણ આંદોલન યથાવત્.

ચોકારી ગામમાં શાહપુરાના સોલંકી વગામાં રહેતા સોમાભાઈ ફૂલાભાઈ સોલંકીએ રસ્તાનું દબાણ કરી મકાન બાધ્યુ હતુ. જેમાં સ્થાનિકોએ અનેક સ્થળે કરેલી રજૂઆતમાં પરિણામ નહિ મળતા બે દિવસથી તા.પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલનનું હથિયાર ઉગામ્યુ છે. જેમા ટીડીઓ જશુબેન આહિરે મામલતદાર, પાદરા વી.એમ. રાજપૂતને રજૂઆત કરી પ્રશ્ન સીટી સર્વેનો છે. તા. પંચાયતની કચેરી સામે આંદોલન ચાલુ રહ્યુ છે. તે અયોગ્ય છે. આંદોલન કાર્યોને અહિથી ઉઠાવવાની તાકીદ કરી હતી. જેમાં તમામ અધિકારીઓ એકત્ર થઈ ચોકારી ગામે સીટી સર્વેની માપણી માટે પોલીસ બંદોબસ્ત સાથે મોકલ્યા હતા. પરંતુ તે માપણીનો અહેવાલ 1 સપ્તાહ બાદ આવશે. તેમ માલૂમ પડતા આંદોલન કાર્યોએ આંદોલન ચાલુ રાખ્યુ હતુ.

સરપંચની સૂચના બાદ દબાણ તોડ્યું

^આ મકાનનો પ્લોટ અમે વેચાણથી લીધો હતો. તેનો વિવાદ થતા 18 જાન્યુઆરીએ રાત્રે ગામની મિટીંગ મળી હતી. જેમાં સરપંચના કહેવાથી આગલો ભાગ અમે તોડી નાંખ્યો છે. અન તે પેટે વિરોધ કરનારાઓને પૈસા અાપવાનું ઠરાવ્યુ હતુ. છતાં તેઓ 19મીએ સવારે ફરી ગયા અને ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. > સોમાભાઈફુલાભાઈ સોલંકી, મકાનમાલિક

ચોકારીમાં સ્થળ માપણી માટે આવેલા સિટી સર્વેના અધિકારીઓ./ તસવીરગોપાલ ચાવડા

^ અમે મંગળવારના રોજ ચોકારીના દબાણવાળા સ્થળે જઈ માપણી કરેલ છે. તેનો અહેવાલ 1 અઠવાડીયા બાદ આવશે. ત્યારબાદ આગળનો નિર્ણય અમારા ઉપલા અધિકારીઓ લેશે. > નિરંજનભાઈપટેલ, સીટીસર્વે ઓફિસર, પાદરા

અહેવાલ અઠવાડિયા બાદ આવશે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે

પાદરા તાલુકા પંચાયતની કચેરી સામે આંદોલનકારીઓ બેસતાં TDOએ નોંધાવેલો વિરોધ

અઠવાડિયા પછી રિપોર્ટ આવશે