• Gujarati News
  • દાહોદશહેર સહિત જિલ્લામાં શનિવારે સાંજના સમયે અચાનક ભારે પવન

દાહોદશહેર સહિત જિલ્લામાં શનિવારે સાંજના સમયે અચાનક ભારે પવન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદશહેર સહિત જિલ્લામાં શનિવારે સાંજના સમયે અચાનક ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતાં લોકો પરેશાન બન્યા હતા. દાહોદમાં કેટલીય દુકાનોના બોર્ડ બેનર તેમજ ઝાડની ડાળખીઓ ધરાશાયી બની હતી. જો કે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો હતો. વાવાઝોડું 30 કિમીની ઝડપે આવ્યું હોવાનું અનુમાન છે. ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પણ સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાથી દોડધામ મચી હતી.ઠેર ઠેર મકાનોના પતરાં ઉડ્યા હતા. જ્યારે વડોદરા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. દરમિયાન શનિવારે સાંજે અચાનક વાતારવણમાં પલટો આવતાં ગરમીથી લોકોન છૂટકારો મળ્યો ત્યાં વાવાઝોડા અને ગાજવીજ શરૂ થતાં નાસભાગ મચી ગઇ હતી. જિલ્લાના રાજમાર્ગો પર હોર્ડિંગ્સ અને બોર્ડ ઉડવા લાગ્યા હતાં. તો કયાંક વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદે પણ આગમન કરતાં પુન: અષાઢી માહોલ સર્જયો હતો. જેમાં શિનોર, સંખેડા, બોડેલી, ડભોઇ, તેમજ પાદરામાં વરસાદ આવતાં ખેડૂતોને ચિંતા થઇ હતી.

રાજપીપળા

પંચમહાલ-દાહોદમાં વાવાઝોડું

અને વડોદરા િજલ્લામાં વરસાદ