તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુણામાં પાણીની સુવિધા માટે 5 લાખ લિટરના સંપનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લાના પાદરા તાલુકામાં આવેલા લુણા ગામના ગ્રામજનોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 1.5 કિ.મી.દૂરથી શુદ્ધ પાણીની લાઇન નાંખવામાં આવી છે. ત્યારબાદ હન્ટ્સમેન ટેક્સટાઇલ ઇફેક્ટસ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લુણા ગામમાં રૂા.50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા 5 લાખ લિટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા પાણીના સંપનું શુક્રવારે લોકાર્પણ કરાયું હતું.

શુક્રવારે લુણા ગામે યોજાયેલા કાર્યક્રમમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઝોનલ ઓફિસર બી.આર.નાયડુએ ગ્રામજનોને મળેલી સંપની સુવિધાથી પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રામજનોને પાણીનો વેડફાટ થાય તે જોવા અપીલ કરી હતી.

પર્યાવરણ સુરક્ષા સમિતિના અગ્રણી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દેશ-દુનિયા પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરે છે. પૃથ્વી પર ઉપલબ્ધ પાણી પૈકી 97 ટકા પાણી બરફ સ્વરૂપે હોઇ તેનો વપરાશ શક્ય નથી. જ્યારે વાપરવા લાયક 3 ટકા પાણી પૈકી 1 ટકા પાણી શુદ્ધ છે. જેથી સહુએ પોતાની જવાબદારી સમજવી પડશે.

સંપની સુવિધાથી પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે

પ્રદૂષિત જળથી પ્રભાવિત ગામમાં હન્ટ્સમેન કંપનીની ભેટ

અન્ય સમાચારો પણ છે...