તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • સુરત લઠ્ઠાકાંડને પગલે દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત લઠ્ઠાકાંડને પગલે દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંલઠ્ઠાકાંડના પગલે વડોદરા શહેર જિલ્લા પોલીસ પણ એકશનમાં આવી ગઇ છે. પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા દેશીદારૂના અડ્ડા બંધ કરાવવા માટે ધમપછાડા શરૂ થયા છે. ભાયલીમાં દેશીદારૂની રજૂઆતોના પગલે એલસીબીની ટીમે એક દિવસમાં દારૂના 10 કેસ કરતા ડીએસપીએ બીટ જમાદાર સામે તપાસનો આદેશ કર્યો છે.

વડોદરા શહેરમાં તેમજ જિલ્લાના સિકંદરપુરા, વાઘોડિયા, સાવલી, કલ્યાણપુરા, પાદરા સહિતના વિવિધ વિસ્તારોમાં દેશીદારૂની હાટડીઓ ધમધમી રહી છે. સુરતમાં લઠ્ઠાકાંડના પગલે દારૂના અા અડ્ડા બંધ કરાવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. બૂટલેગરોને છૂપીરીતે ધંધો કરવાની તાકીદ કરી દેવાઇ છે. જોકે, કેટલીક જગ્યાએ તો આજે પણ વિના રોક ટોક ધંધા ચાલી રહ્યા છે.

ડીએસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, ભાયલીમાં ફરિયાદ મળતાં એલસીબીને સૂચના આપી એક દિવસમાં 10 કેસ નોંધાયા હતાં. બીજી તરફ પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે કહ્યું કે, શહેરમાં પ્રોહિબીશનની પ્રવૃતિ સામે સતત ચેકિંગ કરવામાં આવે છે તેમજ બૂટલેગરો સામે ગુના નોંધવામાં આવે છે.

ભાયલીમાં એલસીબીની ટીમે એક દિવસમાં દારૂના 10 કેસ કર્યા

પોલીસ જાગી | શહેરમાં દેશીદારૂની હાટડીઓ ધમધમે છે!

પાણેજ લઠ્ઠાકાંડમાં 3 મોત, 22 ને અસર થઇ હતી

સંખેડા તાલુકાના પાણેજ ગામે 2012માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. દારૂ પીનારા ૨૨ લોકો અસરગ્રસ્ત થયા હતા જયારે 3 વ્યક્તિ મોતને ભેટયાં હતાં. ૧૧ અસરગ્રસ્તોને તો સયાજી હોસ્પિટલમાં ખસેડતા વેન્ટીલેટર પર રખાયા હતાં જ્યારે 4 જણને તો ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. અસરગ્રસ્તોના લોહીના નમૂનાની ચકાસણી કરાવતા લોહીમાં પેસ્ટીસાઇડ ઓર્ગેન ફોસ્ફરસ તેમજ મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળ્યું હતું.

27 વર્ષ પહેલાં બનેલા લઠ્ઠાકાંડમાં 100 મોત

વડોદરામાં પણ 27 વર્ષ પહેલા સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 24 કલાકમાં 100 થી વધુ લોકોના મોત થયા હતાં. મૃત્યુ પામેલા લોકોમાં બકરાવાડી, નાડિયાવાસ, ચોખંડી, બરાનપુરા અને પ્રતાપનગરના લોકોનો સમાવેશ થતો હતો. સંખ્યાબંધ લોકોએ જિંદગી ગુમાવતા બાળકો અનાથ બની ગયા હતાં. લઠ્ઠાકાંડના પગલે રાજ્ય સરકારે હાઇકોર્ટના નિવૃત જજનું કમિશન પણ નિમ્યું હતું.

જંતુનાશક દવા અને થોરના દૂધનો ઉપયોગ

દેશીદારૂને કડક બનાવવા માટે બૂટલેગરો દેશીદારૂમાં જંતુનાશક દવાની લાકડી થોરિયાનું દૂધ, પંકચર કરવાની ટ્યૂબ, એસિડ સહિતની ચીજવસ્તુ નાખે છે.

અમદાવાદ લઠ્ઠાકાંડના સૂત્રધારો વડોદરાના

અમદાવાદના મજુરગામ ખાતે સુતરિયાવાસમાં ગત 6 જુલાઇ 2009 ના રોજ લઠ્ઠાકાંડ સર્જાતા કુલ મૃત્યુઆંક 140થી વધુ પર પહોંચ્યો હતો. લઠ્ઠાકાંડના સૂત્રધારોનું વડોદરા કનેક્શન બહાર આવ્યું હતું. મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સાથે કેમિકલ માફિયા જયેશ ઠક્કર સહિતના શખ્સોની સંડોવણી પણ બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો