• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • પ્રમુખ સ્વામીની જન્મભૂમિ ચાણસદ જવા માટે રેલવે સ્ટેશનથીબસનો આજે પ્રારંભ

પ્રમુખ સ્વામીની જન્મભૂમિ ચાણસદ જવા માટે રેલવે સ્ટેશનથીબસનો આજે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા રેલવે સ્ટેશનથી વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદ (તા.પાદરા) મુકામે જવા રોજ દર પ0 મિનીટના અંતરે વડોદરા રેલવે સ્ટેશનથી બસ સેવા શુરૂ થનાર છે. આ બસ રોજ સવારે 6-30થી રાત્રે 8-30 વાગ્યા સુધી વડોદરા અને ચાણસદ વચ્ચે દોડશે.

28મી ફેબ્રુઆરી બુધવારના રોજ મેયર ભરતભાઈ ડંાગર તથા અટલાદરા મંદિરના કોઠારી સ્વામી પૂ.ભાગ્યસેતુદાસ સ્વામીના હસ્તે આવતી કાલે અટલાદરા મંદિરે બસનું પૂજન કરવામાં આવશે,ત્યારબાદ રેલવે સ્ટેશનથી ચાણસદ દર 50 મિનીટના અંતરે આ બસની સેવાનો પ્રારંભ થશે.એમ ચાણસદ ગ્રામ પંચાયતની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્રહ્માકુમારીઝ અલકાપુરી ખાતે વાર્તાલાપ યોજાયો
બ્રહ્માકુમારીઝ અલકાપુરી ખાતે શ્રીમત વિષય પર આયોજીત વાર્તાલાપ કાર્યક્રમનું ઉદઘાટન બ્ર.કુ.ડો.નિરંજનાબેને દીપ પ્રગટાવી કર્યું હતું આ પ્રસંગે ડો.અજય શાહ,ભગીની કુંજુબેન શાહ તથા અન્ય હાજર રહ્યા હતા.

અરવિંદ નિવાસ ખાતે વાર્તાલાપનું આયોજન
28મી ફેબ્રુઆરીના રોજ ઓરોવિલે (શ્રી અરવિંદ આશ્રમ,પોંડિચેરી પાસે આવેલ આંતરરાષ્ટ્રીય નગર)ની સુવર્ણ જયંતી િનમિતે શ્રી અરવિંદ નિવાસ દાંડીયા બજાર ખાતે સાંજે 6થી7 વાગે વાર્તાલાપનું આયોજન કરાયું છે.

કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી
દિવ્ય જીવન સંઘમાં નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ
દિવ્ય જીવન સંઘ રામજી મંદિરની પોળ સરકારી પ્રેસ સામે આનંદપુરા ખાતે 28મી ફેબ્રુઆરી બુધવારના રોજ સાંજે 5-30થી 7 વાગ્યા સુધી મફત હોમિયોપથી સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

હઠીલા હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડના પાઠ
28મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 8-30 કલાકે શ્રી હઠીલા હનુમાનજી મંદિર સૂર સાગર પાસે રોકડનાથ સુંદરકાંડ પરિવારના વકતા પ્રિતેશ પટેલના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશન શાળાઓમાં ભોજન પૂરુ પાડશે
વડોદરા હૈદરાબાદ ભાવનગર અને લખનૌની 300 શાળાઓમાં અક્ષય ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન પુરું પાડવામાં આવશે આ પ્રોજેકટ માટે માસ્ટર કાર્ડનો સહકાર મળ્યો છે.

હરણી -વારસીયા રીંગ રોડ પર આવેલ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં બીજા સ્પંદન વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીનીઓએ અફલાતુન પરફોર્મન્સ કરી શિલ્ડ મેળવ્યો હતો.શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં કુ્લ 22 કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા

છાણી ખાતેની ગંગાબાઈ સ્કુલમાં કાર્યક્રમ
છાણી ખાતે આવેલ શ્રી ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે માતૃપિતૂ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજયનગર સિ.સિટીઝન દ્વારા હોળી રસીયા
વિજયનગર સિનીયર સિટીઝન મંડળ દ્વારા હોળીના તહેવારોના સંબંધમાં અમીષાબેન શાહના ભજન મંડળના નેજા હેઠળ હોળી રસીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો.હેડગેવાર પ્રા.શાળાના વિદ્યાર્થી ઝળક્યા
ડો.હેડગેવાર હિન્દી મિશ્ર પ્રાથમિક (અકોટા) શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિ આયોજીત રમતોત્સવમાં ઝળહળતો દેખાવ કર્યો હતો.

બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડ પરીક્ષા
તિલકવાડા ની સેફાયર ગ્લોબલ સ્કૂલમાં પ્રિ-બોર્ડ એકઝામ નું આયોજન કરવામાં આવ્યું હતું. મેવાસા વણકર સેવા ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત પરીક્ષામાં 50 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.પરીક્ષાનો હાઉ દૂર કરવાના આશયથી આ પ્રયાસ કરાયો હતો.

વટવૃક્ષ વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા જન્મોત્સવ,મેડીકલ કેમ્પ
વટવૃક્ષ સિનીયર સિટીઝન્સ મંડળ નવજીવન આજવારોડના સભાસદ ભાઈ બહેનોનો જન્મદિન ફેબ્રુઆરીમાં આવે છ ે તેમનો જન્મોત્સવ સંસ્થાના પ્લોટ ઉન્નતિ સોસાયટી પાસે આજવારોડ ખાતે સાંજે 4 વાગે ઉજવાશે.તેમજ વડીલોના આંખ,નાક અને ગળાની તપાસ ડો.ભેંસાણીયા અનેડો. સૈારભ સોની કરશે.એમ મંડળની યાદીમાં જણાવાયું છે.

બ્રાઈટ સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ,ઇનામવિતરણ સમારોહ યોજાયો
કારેલીબાગની વીઆઈપી રોડ ખાતેની બ્રાઈટ સ્કુલમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણ વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સિનીયર સિટીઝન સરદારનગર હોળી રસીયા ઉત્સવ
સિનીયર સિટીઝન સરદાનગર કેન્દ્રના ઉપક્રમે 28મી ફેબ્રુઆરીના રોજ સિનીયર સીટીઝન હોલ સરદારનગર સોસાયટીમાં હોળી રસીયા,જન્મોત્સવ અને ટ્રાયસીકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પેન્સનર્સનો જન્મોત્સવ કાર્યક્રમ
હોલ28મી ફેબ્રુઆરીના રોજ ઝોનલ ઓફિસ કેન્ટીન પાંચમાં માળે સયાજીગંજ ખાતે સાંજે 4-30 વાગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પેન્સનર્સનો જન્મોત્સ ઉજવાશે

બાળકોના શિક્ષણને બહેતર બનાવવા કાર્યક્રમ
હોળી નિમિતે હોળી ગીતોના કાર્યક્રમનું આયોજન
શ્રી સ્વામીનારાયણનગર સિનીયર સિટીઝન્સ મંડળના ઉપક્રમે હોળી તહેવાર નિમિતે 28મી ફેબ્રુઆરી બુધવારના રોજ સાંજે 4-30 વાગે વડીલ ધામ સૂર્યનગર વાઘોડિયા રોડ વડોદરા ખાતે હોળી ગીત પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.એમ મંડળની એક યાદીમાં પ્રણેતા ડો.એચ.પી.ઠક્કર અને નિખિલભાઈ પુરોહિતે જણાવ્યું છે.

આસોજ ખાતે પ્રાથમિક શાળાની છાત્રાઓને કપડાં વિતરણ થયા
સાંસદ, શહેર ભાજપા પ્રમુખ રંજનબેન ભટ્ટે દતક લીધેલ સાવલી તાલુકાના આસોજ ગામે શ્રી સ્વામી ફાઉન્ડેશન વડોદરા દ્વારા સિવણ કલાસની તાલીમ દરમિયાન બહેનો દ્વારા તૈયાર થયેલ કપડાંનું વિતરણ થયું હતું.

ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર ખાતે આચાર્ય તેમજ ટ્રસ્ટીઓની બેઠક મળી હતી.જેમાં બાળકોના શિક્ષણની બહેતર બનાવવા સંદર્ભે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો હાજર હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
જીવન ભારતીમાં ઇનામ વિતરણ
જીવન ભારતી વિદ્યાલય (બાલવાડી,પ્રા.વિ.,મા,વિ.)માં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોત્રી રોડ રંગોળી વર્કશોપ યોજાયો
શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં યોજાયેલ રંગોળી વર્કશોપમાં સહજના ફાઉન્ડર કમલેશ વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું.

બાળકોના આરોગ્યની ચકાસણી
વાલીયા તાલુકાના સિલુડી ગામે આવેલી આશ્રમશાળામાં બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી. જાયન્ટ ગૃપ ઓફ સૃજીતા સહેલી તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કાર્યક્રમ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...